Science & Technology

ગ્રીન ટેકનોલોજી શું છે?

પેરીસ હવામાન કરાર ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જે વાતાવરણનું સરેરાશ તાપમાન હતું તે તાપમાન કરતાં હાલમાં તાપમાનમાં થઇ રહેલા વધારાને 2 અંશ વધારાની મર્યાદામાં રાખવાનું જણાવે છે

‘લાન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલ’ (લાન્સેટ ગ્રહ આરોગ્ય સંબંધી જર્નલ) સામાયિકમાં આજકાલ હવામાનમાં આવી રહેલા પરિવર્તનો સંબંધી એક લેખ પ્રકાશિત થયેલો છે. દુનિયામાં વાતાવરણમાં આજકાલ આવી રહેલા પરિવર્તનો અંગેના આ લેખનું શીષક ‘ધ લાન્સેટ કાઉન્ટ ડાઉન ઓન હેલ્થ એન્ડ કલાઇમેટ ચેન્જ’ છે. આ લેખમાં ‘પેરિસ હવામાન કરાર’નો સ્વીકાર કરવાથી આરોગ્યને થનાર લાભોની વાત કરવામાં આવી છે. આ ‘પેરિસ હવામાન કરાર’ એ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જે વાતાવરણનું સરેરાશ તાપમાન હતું, તે તાપમાન કરતાં હાલમાં સરેરાશ વૈશ્વિક તાપમાનમાં જે વધારો થઇ રહ્યો છે, તે વધારાને 2 અંશ સે. વધારાની મર્યાદામાં જાળવવા પર ભાર મૂકે છે.

આ અભ્યાસ સંશોધન દુનિયાના તે દેશો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જે દેશો ભેગા મળીને આપણી દુનિયાની 50% વસતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ દેશોમાં ચીન, જર્મની, બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, નાઇજીરીઆ, ઇંગ્લેંડ અને અમેરિકાનો સમાવેશ થાય છે. આજકાલ સામૂહિક રીતે સમગ્ર દુનિયામાંથી જેટલા કાર્બનના ઇમીશનો પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહ્યા છે, તેના 70 % કાર્બનના ઇમીશનો આ દેશો દ્વારા ફેંકાય છે.

‘પેરિસ હવામાન કરાર’ શું છે?
‘પેરિસ હવામાન કરાર’ એ ‘યુનાઇટેડ નેશન્સ ફ્રેઇમવર્ક કન્વેન્શન ઓન કલાઇમેટ ચેન્જ’ (UNFCC) હેઠળના હવામાન પરિવર્તન અંગેના યુનોના કરાર છે. આ કરાર પર વર્ષ  2016 માં સહીસિકકા કરવામાં આવ્યા હતા. આ કરાર તે હવામાનના પરિવર્તનો સાથે અનુકૂલન સાધવા માટેના અને તે માટે જરૂરી નાણાંભંડોળ એકઠું કરવા માટેના કરાર છે. આ કરાર પર 196 દેશોએ સહીસિકકા કર્યા છે. ફ્રાન્સમાં ભરાયેલી ‘UNFCC’ના પક્ષકાર દેશોની 21મી પરિષદમાં જેતે પક્ષકાર દેશોએ સહીસિકકા કર્યા હતા. ડિસેમ્બર, વર્ષ 2015માં આ કરારને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા હતા.

ઇટાલીની સરકારે વૈશ્વિક હવામાનમાં આવી રહેલા ફેરફારોને કેન્દ્રમાં રાખીને આગળ વધવાનું નકકી કર્યું
ઇટાલીના વડા પ્રધાન ‘મારીઓ ડ્રેવી’એ સરેરાશ વૈશ્વિક હવામાનમાં આવી રહેલા ફેરફારોને કેન્દ્રમાં રાખીને સંચાલન કરવાનું નકકી કર્યું છે. સરેરાશ વૈશ્વિક તાપમાનમાં આવી રહેલા પરિવર્તનોની માઠી અસરોને ખાળવા તેમણે ‘ગ્રીન ઊર્જા ઝુંબેશ’ હાથ ધરવાનું નકકી કર્યું છે. આ હેતુને કેન્દ્રમાં રાખીને આ હવામાન પરિવર્તનના સંદર્ભમાં યુરોપિયન યુનિયનના નાણાંનો પૂરતો ઉપયોગ કરી શકાય, તે હેતુથી તેમણે ‘સુપર પ્રધાન મંડળ’ની રચના પણ કરી છે. ગ્રીન ઊર્જા આધારિત વાહનવ્યવહારમાં ગેસેલીનની જગ્યાએ કુદરતી ગેસ, વાનસ્પતિક ઓઇલ અને સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

‘CCUS’ પધ્ધતિ કોલસા અને ગેસ પાવર પ્લાન્ટોમાંથી બહાર ફેંકાતા કાર્બન ડાયોકસાઇડના ઇમીશનોને ગ્રાહ્ય કરવા પર ભાર મૂકે છે
‘હવામાન પરિવર્તન’ ઉપરનો યુનોનો અહેવાલ ‘કાર્બન કેપ્ચર’ (કાર્બનને સપડાવવો), ‘યુઝ’ (તે કાર્બનનો ઉપયોગ કરવો) અને ‘સ્ટોરેજ’ (તેનો સંગ્રહ કરવો) પર ભાર મૂકે છે, જેનો હેતુ નિમ્ન વાતાવરણમાં જમા થઇ રહેલા કાર્બનના ઇમીશનોને ઓછા કરીને આજકાલ સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાને નાથવાનો છે. આ ‘કાર્બન કેપ્ચર, યુઝ એન્ડ સ્ટોરેજ’ (CCUS) પધ્ધતિ કોલસા અને ગેસ પાવર પ્લાન્ટોમાંથી બહાર ફેંકાતા કાર્બન ડાયોકસાઇડના ઇમીશનોને ગ્રાહ્ય કરવા પર ભાર મૂકે છે. વળી યુનોનો આ રીપોર્ટ હેવી ઇન્ડસ્ટ્રીઓમાંથી બહાર ફેંકાતા કાર્બનના ઇમીશનોનો ભોંયતળિયેના ઊંડાણમાં સંગ્રહ  કરીને તેમને ફરીથી ઉપયોગમાં લેવા પર પણ ભાર મૂકે છે. યુરોપ માટેનું વિશ્વ રાષ્ટ્ર સંસ્થા યુનોનું આર્થિક બાબતો માટેનું કમિશન જણાવે છે કે આ ‘CCUS’ ટેકનોલોજીને મોટા પાયા પર પ્રાયોજીત કરવાથી જે તે દેશોમાં આ ક્ષેત્રોને કાર્બનથી મુકત કરવાની તક સાંપડશે.

વૈશ્વિક કાર્બનચક્રમાં દક્ષિણી સમુદ્રનું આગવું પ્રદાન છે
આપણી પૃથ્વીની 70 % સપાટી સમુદ્રોથી ઢંકાયેલી છે. દક્ષિણ ધ્રુવની આસપાસનો દક્ષિણી સમુદ્ર એ એટલાન્ટીક સમુદ્ર, હિંદી મહાસાગર અને પેસિફિક સમુદ્રના દક્ષિણી વિસ્તારોથી રચાયેલો છે. તેની ઊંડાઇ ૪૦૦૦ – ૮૦૦૦ મીટર છે. આ દક્ષિણી સમુદ્રનું સરેરાશ તાપમાન 2 અંશ સે.થી માંડીને 10 અંશ સે. હોય છે જેનો આધાર જેતે ઋતુ અને સ્થળ પર હોય છે. આ સમુદ્રમાં દક્ષિણ તરફ જતા તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં ઘટે છે, જે સજીવોના વસવાટ માટે પ્રતિકૂળ હોય.

દક્ષિણ ધ્રુવની આસપાસના પાણીના પ્રવાહને ‘ACC’ (એન્ટાર્કટિક સર્કમ પોલર કરન્ટ) કહેવામાં આવે છે. આ ‘ACC’ એ આ દક્ષિણી સમુદ્રનું આગવું પાસું છે. તે ફાયટોપ્લાન્કટોન જેવા સૂક્ષ્મ સજીવોનું ઘર હોવા ઉપરાંત નાનકડા પેન્ગવીન પક્ષી, ભટકતા આલ્બેટ્રોઝ પક્ષી અને સૌથી મહાકાય એવી બ્લૂ વ્હેલ માછલીનું આશ્રયસ્થાન છે.

આ દક્ષિણી સમુદ્ર એ હવામાનની જુદી જુદી પરિસ્થિતિ ધરાવતા ત્રણ સમુદ્રોના પાણીનું મિશ્રણ છે, જે આ વિસ્તારને બીજા કોઇ પણ વિસ્તાર કરતાં અલગ બનાવે છે. જયારે સમુદ્રના સજીવો મૃત્યુ પામે છે ત્યારે તેઓ સેડીમેન્ટ (કાંપના થર) તરીકે નીચે બેસે છે. અને આ કાર્બન ડાયોકસાઇડને સપડાવે છે. કાર્બન ડાયોકસાઇડનું હૂંફાળા પાણી કરતાં ઠંડા પાણીમાં વધારે શોષણ થાય છે. તેથી એક મોટા સમુદ્ર તરીકે આ દક્ષિણી સમુદ્ર (દક્ષિણ ધ્રુવીય સમુદ્ર) માં વધારે કાર્બન ડાયોકસાઇડને સપડાવી દઇને  વૈશ્વિક કાર્બન ચક્રમાં અગત્યનું પ્રદાન કરે છે.

ગ્રીન ફટાકડાઓ શું છે? ગ્રીન ટેકનોલોજી શું છે?
ગ્રીન ફટાકડાઓ એ પ્રમાણમાં વાતાવરણમાં ઓછું ઇમીશન ફેંકતા ફટાકડાઓ, આતશબાજીનો ઉલ્લેખ કરે છે, જેમની વર્ષ 2017 માં ભારતની સુપ્રીમ કોર્ટે તહેવારો દરમ્યાન મધ્યમ સ્તર સુધી ઉપયોગ કરવાની છૂટ આપી છે. આમ કરીને સુપ્રીમ કોર્ટે ‘ફાયર વર્કસ’ પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવો કર્યો છે. આ ગ્રીન ફટાકડાઓ અંગેનું સંશોધન વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધનો માટેની કાઉન્સિલ – રાષ્ટ્રીય પર્યાવરણ સંબંધી એન્જિનિયરીંગ સંશોધન ઇન્સ્ટીટયુટ (CSIR -EERI ) દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રીન ટેકનોલોજી એવી ટેકનોલોજીનો ઉલ્લેખ કરે છે કે જે તેની ઉત્પાદન પ્રક્રિયા અથવા તેની પુરવઠા વિતરણ શૃંખલાના આધાર પર પર્યાવરણ સૌહાર્દ હોય. સાથે સાથે આ ગ્રીન ટેકનોલોજી સ્વચ્છ ઊર્જા ઉત્પાદનનો વૈકલ્પિક બળતણોના ઉપયોગનો અને અશ્મિ બળતણ કરતાં ઓછી હાનિકર્તા એવી ટેકનોલોજીઓના ઉપયોગનો પણ ઉલ્લેખ કરે છે.

Most Popular

To Top