Vadodara

નોન-વેજનો કચરો ફેંકવા બાબતે તલવાર-લોખંડની પાઈપ પડે હુમલો

વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મીલ છોટે મસ્તાન બાવાની દરગાહ પાસે નોન વેજનો કચરો ફેંકવા બાબતે યુવક ઉપર બે જણાનો સીવીલમાં આવેલા પોલીસ કર્મીઓની હાજરીમાં તલવાર અને લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કરતા મામલો તંગ બન્યો હતો. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પાણીગેટ ખાટકીવાડ ખાતે રહેતા અતા મહોમદ જુનેદભાઈ નૈયર(ઉ.વ.21) વાઘોડીયા રોડ વૈકુંઠ સોસાયટી પાસે નોન-વેજની દુકાન ચલાવે છે.

તેઓએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું છે કે, ગત તા.6એ  હું તથા મોહમદ ઉસ્માન ગની મસ્તાન અબ્દુલ હનિફ દિવાન(રહે, હજરત એપાર્ટમેન્ટ અજબડિ મીલ)સાથે અમારી દુકાનનો વેસ્ટ કચરો નાખવા અજબડી મીલ પાસે છોટે મસ્તાન બાવાની દરગાહની નજીક ગયા હતા. દરમિયાન છોટે મસ્તાન બાવાની દરગાહ પાસે ઝુપડામાં રહેતા રીયાઝ શેખ તથા અફતાફ મીરઝાએ આવીને ગાળા ગાળી કરવા લાગ્યા હતા અને જણાવતા હતા કે, તમારે આવતી કાલથી અહીંયા કચરો નાખવા માટે આવવાનું નહીં. ત્યારે તેઓની સામે અમે જણાવ્યુ હતું કે, અમે ઘણા સમયથી આ જગ્યાએ કચરો નાખ્યે છીએ. જોકે આ બાદ તે બંને ઉશ્કેરાઈ ગયા હતા.

અને ગમેતેમ બોલવા લાગ્યા હતા. દરમિયાન સિવિલ કપડામાં પોલીસ કર્મીઓ આવી ગયા હતા. અને મને ગાડી પર બેસાડી રવાના કરતા હતા. ત્યારે જ રીયાઝ શેખ તથા આફતાફ મીરઝા દોડીને તેમના ઘરમાંથી તલવાર અને લોખંડની પાઈપ લઈને આવી ગયા હતા અને તે બંનેએ મારી ઉપર હુમલો કરી દિધો હતો. આ બનાવમાં મને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે સીવીલમાં આવેલા પોલીસ કર્મીઓ તેઓને પકડીને લઈ ગયા હતા. મારી સાથે આવેલા મોહમદ ઉસ્માનગનીને કોઈ ઈજા પહોંચી નહતી. મને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્શે હોસ્પિટલ લઈ જવાયો હતો. ઉપરોક્ત સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top