Vadodara

ગેસ બિલના બાકી નાણાની સ્થળ પર ઉઘરાણી કરતા હોબાળો

વડોદરા: વડોદરા ગેસ લિ. દ્વારા મંગળવારે બકરાવાડી વિસ્તારમાં જઈને જે ગ્રાહક બિલની રકમ ભરપાઈ કરવા માટે આનાકાની કરતા હતા. તેવા ગ્રાહકો સામે ગેસ કનેકશન કાપવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેસ કંપની દ્વારા કડક કાર્યવાહી થતાં રહીશો દ્વારા હોબાળો કરતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરો ભેગા થઇ ગયા હતા અને તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો. વધુમાં સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે જે ગેસ બિલ ની રકમ કરવા ઉઘરાણી કરવામાં આવે છે તે રિકવરી અધિકારી જાણે અમારી જોડે ખંડણી માંગતા હોય તેમ ગેસ બિલની રકમ અમારી જોડે વસુલ કરે છે. અમને જો આ ગેસ બિલ માં હપ્તાની સવલત કરી આપે તેવી રજૂઆત કરી હતી.

આવી જ કામગીરી ગઈકાલે  વડોદરા ગેસ લી દ્વારા બિલની રકમ ભરપાઈ નહીં કરનાર ગ્રાહકો સામે લાલ આંખ કરી હતી. ગઈકાલે મદનઝાંપા વિસ્તારમાં જુદી જુદી ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાકી નીકળતા 7.29 લાખની વસુલાત કરી હતી 31 જેટલા ઘરોમાં ગેસ કનેક્શન કાપી કડક કાર્યવાહી કરી હતી.વડોદરાની ગેસ કંપની દ્વારા ગેસ બીલ ના બાકી નીકળતા નાણાં વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી છે. નવાપુરા વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે પોલીસને સાથે રાખી ગેસ વિભાગના અધિકારીઓએ કહાર મહોલ્લો, પરદેશી ફળિયા,કોઠી પોળ ફળિયા, કાછિયા પોળ,કબીર મંદિર ફળિયા તેમજ જૂની કાઠીયાવાડ સહિતના વિસ્તારોમાં 31 ગેસ કનેક્શન બંધ કરવા સાથે બાકી ગેસ બિલોની કુલ રૂપિયા 7.29 લાખની રકમની વસુલાત કરી હતી.

વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ બીલ ના બાકી નીકળતા નાણા ની વસુલાત માટે સમયસર ગેસ બિલ નહીં ભરતા ગ્રાહકો સામે લાલ આંખ કરી છે. ગેસ કંપનીના અધિકારીઓને જુદી-જુદી ચાર જેટલી ટીમોએ સોમવારે મદનઝાંપા વિસ્તારમાં ધામા નાખ્યા હતા. જ્યારે મંગળવારે બકરાવાડી વિસ્તારમાં કામગીરી કરવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ના બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.ગેસ વિભાગના અધિકારીઓ અને પોલીસની ટીમે નવાપુરા વિસ્તારમાં કાર્યવાહી કરતા ગેસનો વપરાશ કર્યા બાદ બિલ નહીં ભરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આમ જે ગેસ બિલ ની રકમ કરવા ઉઘરાણી કરવામાં આવે છે તે રિકવરી અધિકારી જાણે અમારી જોડે ખંડણી માંગતા હોય તેમ ગેસ બિલ ની રકમ અમારી જોડે વસુલ કરે છે. અમને જો આ ગેસ બિલ માં હપ્તાની સવલત કરી આપે તેવી રજૂઆત કરી હતી.

વડોદરા ગેસ.ના રિકવરી અધિકારી પઠાણી ઉઘરાણી કરે છે
આજ રોજ અમારા વિસ્તારમાં વડોદરા ગેસ લી. દ્વારા ગેસ બિલ ના નાણાંની ઉઘરાણી માટે આવ્યા હતા જે નાણાં જાણે રિકવરી અધિકારી અમારી જોડે પઠાણી ઉઘરાણી કરે છે. જેથી અમે માગ કરી હતી કે આ ગેસ બિલ ની ચુકવણી હપ્તે હપ્તે કરી આપો તેવી અમારી વડોદરા ગેસ લી.ના અધિકારી જોડે માગ હતી.        
સ્થાનિકો, બકરાવાડી

Most Popular

To Top