National

દિલ્હી બાદ બિહારમાં નિર્ભયા કાંડ: બેતિયામાં બસમાં સગીર યુવતી પર ગેંગરેપ, બેની ધરપકડ

બેતિયાઃ દિલ્હી(Delhi)ના નિર્ભયા કાંડ જેવી જ ઘટના બિહાર(Bihar)માં બની છે. જેમાં એક સગીર યુવતી પર ગેંગરેપ(Gengrape) કરવામાં આવ્યો હતો. બેતિયા બસ(Bus) સ્ટેન્ડ (Stand)પર પટના(Patna) જતી બસમાં ડ્રાઈવર, ખલાસી અને કંડક્ટર દ્વારા સગીર યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે બે આરોપી ખલાસી અને કંડક્ટરની ધરપકડ કરી હતી. જ્યારે બસનો ચાલક ફરાર છે. સગીર યુવતીનો આરોપ છે કે ખલાસીએ તેને પટના લઈ જવાની વાત કહીને બસમાં બેસાડી હતી. ત્યારબાદ ડ્રાઈવરે બસને બસ સ્ટેન્ડ પરથી હટાવી બાયપાસ રોડ પર મૂકી દીધી હતી. યુવતીને નશો કરાવી ને બેભાન કરી દીધી હતી. ત્યારબાદ બસમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

મુસાફરોને ઉતારી સુમસામ જગ્યા પર બસ ઉભી રાખી
મંગળવારે પીડિતા મોતીહારીથી બેતિયા (ચનપટિયા) પરત ફરી રહી હતી. આ દરમિયાન બસ કંડક્ટરે તેને નશો કરાવીને બેભાન કરી દીધી હતી. પીડિતાએ જણાવ્યું કે મોડી સાંજે બેતિયા બસ સ્ટેન્ડ પર આવ્યા બાદ તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા. ડ્રાઈવર બસ લઈને સ્ટેન્ડથી લગભગ 100 મીટર દૂર ગયો અને સુમસામ સ્થળે બસ ઊભી રાખી દીધી હતી. પીડિતાએ આરોપ છે કે ડ્રાઈવર, ખલાસી અને અન્ય એક દ્વારા તેને નશો આપીને સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

બસ સ્ટેન્ડથી માત્ર 100 મીટર દૂર બની ઘટના
બળાત્કાર ગુજાર્યા બાદ ત્રણેય બસ છોડીને ભાગી ગયા હતા. આ પછી એક પોલીસની જીપ પેટ્રોલિંગ કરતા રોડ પરથી પસાર થઈ રહી હતી. શંકાના આધારે પોલીસે બસની તપાસ કરતા પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસે પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. પીડિતાએ ભાનમાં આવ્યા બાદ જણાવ્યું કે, તેને નશો કરાવીને ડ્રાઈવર, કંડક્ટર સહિત 3 લોકોએ પીડિતાની સાથે વારાફરતી બળાત્કાર કર્યો હતો. આ ઘટના બસ સ્ટેન્ડથી માત્ર 100 મીટર દૂર બની હતી.

પોલીસે બસ કબજે કરી
પોલીસ આ મામલે તપાસ શરુ કરી ખલાસી અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર ડ્રાઇવરની શોધખોળ શરુ કરી છે, બેતિયાના SDPO મુકુલ પરિમલ પાંડેએ જણાવ્યું કે પીડિતાની સારવાર ચાલી રહી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે જો કે, પોલીસે રાત્રે દરોડો પાડીને આરોપી ડ્રાઈવર અને કંડક્ટરને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ ત્રીજા આરોપીની શોધખોળ કરી રહી છે. પોલીસે બસ કબજે કરી છે.

Most Popular

To Top