Charchapatra

આભૂષણ

આજકાલ નકામો બકવાસ કરનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. કામની વાતો બાજુમાં રહે અને નકામી વાતોનો ખડકલો થઈ જાય. વધુ પડતું બોલબોલ કરે તેને બકવાસ કરે છે એમ કહી શકાય. સમય, સંજોગ,પ્રસંગ અનુરૂપ વાતો કરવી જોઈએ. બકવાસ કરનાર શક્તિનો પણ બગાડ કરે છે. મીઠું-મધુર બોલીએ તો પ્રભાવ પડે છે. સાંભળીને આનંદ મળે છે. કહેવાયું છે કે ‘મનુષ્ય બાજુબંધ પહેરવાથી, ચંદ્ર જેવા ચમકતા હાર પહેરવાથી, સ્નાન કરવાથી, શૃંગાર-પ્રસાધન કરવાથી, પુષ્પોથી શણગારેલા કેશથી શોભતો નથી પણ પ્રિય વાણીથી શોભે છે.’ ચાલો ત્યારે કડવી, ક્રોધ ભરેલી, અસભ્ય શબ્દોવાળી વાણીને બદલે સૌ મીઠી વાણી બોલીએ અને નકામા બકવાસથી દૂર રહીએ. આ પ્રકારનું વર્તન જાહેર હિતમાં અનિવાર્ય છે.
નવસારી -કિશોર આર. ટંડેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top