Dakshin Gujarat

દમણમાં બાઈક અને કાર વચ્ચે જોરભેર અકસ્માત, 2 યુવાન હવામાં ફંગોળાઈને નીચે પટકાતા એકનું મોત

દમણ : દમણના (Daman) કોસ્ટલ હાઇવે (High way) પર બાઈક (Bike) અને કાર (Car) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) બાઈક સવાર 2 યુવાન પૈકી એકનું મોત (Death) નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર સ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. દમણમાં મંગળવારના રોજ દુનેઠાના કોસ્ટલ હાઇવે પર સવારે 9 વાગ્યાની આસપાસ બાઈક નંબર DN-09-F-8668 પર સવાર 2 યુવાન રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે બાઈક હંકારી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. એ દરમ્યાન સફેદ કલરની કાર નં. DD-03-X-0087 નો ચાલક અચથ રથીશ પાતલીયા તરફ કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક બાઈક સવાર યુવાન કાર નજીક આવી જતાં કારનો ચાલક કંઈ સમજે એ પહેલાં બાઈક કારની અડફેટે આવી જતા બંને બાઈક પર સવાર યુવાન કારની જોરદાર ટક્કરને કારણે હવામાં ફંગોળાઈ જમીન પર પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

  • દમણમાં ગમખ્વાર અકસ્માત
  • રોંગ સાઈડથી આવી રહેલા બાઈક સવાર યુવાનો સામેથી આવતી કારની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો
  • બાઈક પર પાછળ બેઠેલા યુવાનનું મોત
  • સ્થાનિકોને મદદથી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આ ઘટનામાં બાઈક પર પાછળ બેઠેલો યુવાન શિવમકુમાર બિનોદરામ (ઉંવ.25 રહે. કડૈયા સિગ્નલ, નાની દમણ) ને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકનો ચાલક તુષાર નીલકંઠ (ઉંવ.22, રહે. કડૈયા સિગ્નલ, નાની દમણ. મૂળ ખંડવા મધ્યપ્રદેશ) ને શરીર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે રાહદારીઓ અને વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા દમણ પોલીસે સ્થળ પર આવી કાર્યવાહી કરી હતી. હાલ તો આ મામલે પોલીસે કાર ચાલક અચથ રથીશની ફરિયાદને પગલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનામાં કાર ચાલકનો નજીવી ઈજા સાથે આબાદ ચમત્કારિક બચાવ થયો છે. દમણમાં સર્જાતા મોટેભાગના અકસ્માત રોંગ સાઈડથી આવતા વાહનોને કારણે જ સર્જાતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ રોંગ સાઈડથી આવતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરે એ હવે જરૂરી બન્યું છે.

Most Popular

To Top