Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને યોજવામાં આવેલા ડ્રાય રન ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી પણ તેમની સાથે જોડાયાં હતાં.

શ્રીમતી અગ્રવાલે જણાવ્યું કે ડ્રાય રન એ કોરોના રસીકરણ ને સચોટ અને સલામત બનાવતી એક પ્રકારની તાલીમ છે. ડ્રાય રન નો અનુભવ સલામત અને સચોટ રસીકરણ માટે લેવાની તકેદારીઓ ની બાબતમાં ઉપયોગી નીવડશે.રસીકરણ ની કામગીરી માં આરોગ્ય ઉપરાંત આશા કાર્યકરો, હોમગાર્ડ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓની સેવા લેવાની છે.તેને અનુલક્ષીને આ તમામને આ કવાયતમાં જોડવામાં આવ્યાં છે.

  કોરોના રસીકરણ એ પ્રથમવાર હાથ ધરાનારી રસીકરણ ની કામગીરી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ પ્રકારની રસીઓ નિયમિત આપવામાં આવે છે.કોરોના નવો રોગ છે,રસી પણ નવી છે અને પ્રથમવાર આપવામાં આવનાર છે.

તેને અનુલક્ષીને તકેદારી લક્ષી તાલીમ રસીકરણ કર્મચારીઓને આપવા આ ડ્રાય રન યોજવામાં આવી.આ ખૂબ વ્યાપક કામગીરીમાં ખાનગી તબીબી ક્ષેત્રનું યોગદાન લેવાનું છે.તેને અનુલક્ષી ને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સરકારી અને ખાનગી આરોગ્ય અને શિક્ષણ સંસ્થાઓમાં ૫ મોડેલ રસીકરણ કેન્દ્ર બનાવીને આજે આ પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

To Top