Charchapatra

પ્રકૃતિને ઓળખી, આદર આપો

પ્રકૃતિ જયારે અરાજકતાએ ચઢે છે ત્યારે જાન-માલ લઇ પણ લે છે. આમ છતાં પ્રકૃતિનો મૂળભૂત સ્વભાવ અવિરતપણે આપતા રહેવાનો છે. પ્રકૃતિ તરફથી જ જળ – વાયુ – અગ્નિ – આકાશ અને પૃથ્વી જેવાં તત્ત્વો હંમેશ મનુષ્યતાને આપતા રહ્યા છે. વળી ફળ – ફૂલ અન્ન જેવી આવશ્યક ચીજો મનુષ્ય પ્રાપ્ત કરતો રહે છે. વળી પ્રકૃતિની સરળતા તો જુઓ. એ એકનું અનેક કરીને આપતી રહે છે.

પ્રકૃતિ પાસે મનુષ્યતાએ પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા માટે લેવાનો અધિકાર  છે છતાં મનુષ્યતાએ પણ વિચારવું રહ્યું કે મનુષ્યતાને આવશ્યકતા પ્રમાણે જ મેળવવું રહ્યું પણ મનુષ્યતા માત્ર વર્તમાનની  જ નહીં, ભવિષ્યની પણ ચિંતા સેવતી રહે છે. પરિણામે તે પ્રકૃતિ પાસેથી ઝુંટવવાનું જ નહિ, તેને લૂંટવાનું પણ બાકી રાખતો નથી ત્યારે પ્રકૃતિમાં અરાજકતા વ્યાપતી હોય છે અને સૌથી મોટું જોખમ સૃષ્ટિ અને સમગ્ર મનુષ્યતા પર મંડરાય છે. પ્રકૃતિમાં અરાજકતા ફેલાવવાનું મનુષ્યની લાલચ લઇને જ કરે છે. મનુષ્યે પોતાની  વાસ્તવિક આવશ્યકતા ઓળખી પ્રકૃતિનો ઉપયોગ કરવાનો સમય આવી ચૂકયો છે.

નવસારી -ગુણવંત જોષી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top