Charchapatra

મોદી ચીનને પછાડી રહ્યા છે

ચીનના વિસ્તારવાદી વલણથી અનેક પડોશી દેશો પરેશાન છે. થોડા દિવસો પહેલાં ચીને ચાલાકીથી આપણી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ ચીન ભૂલી ગયું કે આ વખતે તેનો સામનો કોંગ્રેસ જેવી નબળી અને લાચાર સરકાર સામે નહીં પરંતુ હિમાલય જેવા મક્કમ ઈરાદા ધરાવતી મોદી સરકાર સામે છે. ત્યારે ન માત્ર ચીન પરંતુ સરકાર વિરોધીઓ અને તમામ દેશવાસીઓએ જોયું છે કે, કેવી રીતે મોદી સરકારે એક એક કરીને ચીનને તમામ ક્ષેત્રમાં પછડાટ આપીને તેને કેવી રીતે ઘૂંટણિયે પાડી દીધું છે.

ચીનના મલિન ઈરાદાઓને કચડી નાખવા મોદી સરકારે અનેક નિર્ણયો લીધા, જેમાંનો સૌથી મહત્ત્વનો અને સૌથી અસરકારક નિર્ણય આત્મનિર્ભર ભારત અભિયાન છે. આજે આ આત્મનિર્ભર ભારત અભિયાન ચીનને આર્થિક સ્તરે તેની અસલી ઓકાત દેખાડી રહ્યું છે. કોરોનાકાળમાં ચીન દ્વારા ભારતની સરહદ પર કરવામાં આવેલાં તમામ દુષ્કૃત્યોનો વળતો જવાબ આપવા મોદી સરકારે અનેક મજબૂત અને કઠોરમાં કઠોર નિર્ણયો હાથ ધર્યા છે.

મોદીએ વોકલ ફોર લોકલનો મંત્ર પણ આપ્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાનને માત્ર પાંચ મહિનામાં અઢળક સફળતાઓ પ્રાપ્ત થઈ છે. જેના કારણે આ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનને થતી વેપાર ખાધ લગભગ અડધાથી ઓછી થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૦ ની વચ્ચે વેપાર ખાધ અડધી રહી છે.

ચીને સરહદ પર કરેલી હરકતોના કારણે મોદી સરકારે ચીનથી આવતી આયાત પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. એટલું જ નહીં પરંતુ, ભારતમાં અનેક પ્રકારના માલના ડમ્પિંગને રોકવા માટે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ ભારત અને ચીન વચ્ચે એપ્રિલથી ઓગસ્ટ 2020 ની વચ્ચેની વેપાર ખાધ માત્ર 12.6 અબજ ડોલર હતી. નાણાંકીય વર્ષ 2018-19 માં ચીન સાથે ભારતની વેપાર ખાધ 13.5 અબજ ડોલર હતી.

સુરત     -રશ્મિ જેબલિયા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top