National

હવે એડ્રેસ પ્રુફ વિના પણ બુક કરી શકો છો LPG સિલિન્ડર, આ રહી સમગ્ર પ્રક્રિયા

દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. નાના એલપીજી સિલિન્ડર પણ એડ્રેસ પ્રૂફ વિના ખરીદી શકાય છે. ગ્રાહકો હવે સરનામાંના પુરાવા વિના 5 કિલો નાના ગેસ સિલિન્ડર ખરીદી શકે છે.

નાના 5 કિલો ગેસ સિલિન્ડર ફક્ત તમારું ઓળખ કાર્ડ બતાવીને જ ખરીદી શકાય છે. 5 કિલો ગેસ સિલિન્ડર આઇઓસીએલ પેટ્રોલ પમ્પ અથવા ઇન્ડેન એલપીજી વિતરકો પાસેથી લઈ શકાય છે. મોટાભાગના ડિસ્ટ્રિબ્યુટર આ ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી પણ કરે છે.

પાંચ કિલોનું નાનું ગેસ સિલિન્ડર 257 રૂપિયામાં દિલ્હીમાં ઉપલબ્ધ છે. તે સામાન્ય માણસ, વિદ્યાર્થીઓ અને એકલા રહેતા લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી.

આ રીતે બુક કરી શકો છો સિલિન્ડર

તમે ઘરે બેઠા બેઠા એલપીજી ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. ગેસ સિલિન્ડર બુક કરવાની ઇન્ડેનની રીત ખૂબ જ સરળ છે.

1 ઇન્ડેન એલપીજી સિલિન્ડર બુક કરવા માટે, તમે દેશમાંથી ક્યાંયથી 8454955555 નંબર પર મિસ કોલ કરી શકો છો.

2 વોટ્સએપ દ્વારા પણ બુક કરાવી શકે છે. બુક કરવા માટે, મેસેંજર પર ‘REFILL’ લખો અને તેને 7588888824 નંબર પર મોકલો.

3. તમે ફોન નંબર 7718955555 પર SMS કરીને ગેસ સિલિન્ડર પણ બુક કરી શકો છો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top