સ્થાનિકોમાં ભારે રોષ: રાત્રિના સમયે અંધારામાં મોટા અકસ્માતની ભીતિ, તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ વડોદરા: શહેરના વ્યસ્ત...
કાલોલ : કાલોલ પોલીસ મથકે વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા મારામારીના કેસમાં કાલોલની એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મહિલા સહિત ત્રણ આરોપીઓને શંકાનો...
વન વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રિલીઝહાલોલ: હાલોલ જીઆઇડીસી વિસ્તારમાંથી સિદ્ધાંત જીવ દયા ટીમ દ્વારા એક મોટા ગુણી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં...
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.21 વડોદરા શહેર નજીક આવેલા અનગઢ ગામના નવાપુરા વિસ્તાર પાસેથી પસાર થતી રેલ લાઈન ઉપર બોમ્બ જેવો કોઈ વિસ્ફોટક જેવો...
એકતરફ જનતા પાણી માટે વલખાં મારે છે, બીજી તરફ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લાખો લીટરનો વેડફાટ બેજવાબદાર કોન્ટ્રાક્ટર અને નિરીક્ષકો સામે કડક પગલાં ભરે...
એક્ટિવા પર જતાં બે મિત્રોને નડ્યો અકસ્માત, ધોરણ-10ની પરીક્ષા આપનાર યુવક હોસ્પિટલમાં મહાવીર નામના યુવકનો જીવ ટ્રેલર નીચે કચડાયો, વડોદરાના હાઈવે પર...
સુરત ના ભેસ્તાન વિસ્તારમાં આજે વહેલી સવારે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ પરિસ્થિતિમાં ગો માંસ લઈ જતો હોવાની...
સુરત શહેરમાં આજે રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હતું. શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો સામે કડક વિરોધ નોંધાવતા નાનપુરા સ્થિત...
વડોદરા, તા. 21 : વડોદરા શહેરમાં એક મુસ્લિમ યુવકે લગ્ન થઈ ગયા હોવા છતાં તેની પૂર્વ હિન્દુ પ્રેમિકાને ફરી સંબંધ રાખવા દબાણ...
અમદાવાદ : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલ તા 21 અને 22 ફેબ્રુઆરીએ બે દિવસના ગુજરાત...
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર...
ગાંધીનગર : ગુજરાતના 128 માછીમારો હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનું વિધાનસભામાં સરકારએ પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે. વિધાનસભામાં મત્સ્યોદ્યોગ સરકાર દ્વારા માહિતી...
અવાજ અને ઘોંઘાટ એ હવા દ્વારા વાતાવરણમાં ફેલાય છે અને પ્રસરે છે. વધારે પડતા અવાજથી નાનાં બાળકોની તેમજ વૃધ્ધ મનુષ્યની સાંભળવાની શક્તિ...
ગાંધીનગર : શિયાળાની વિદાય સાથે ઉનાળો નજીક આવી રહ્યો હોય તેવા સમયે ઉત્તર ભારતમાં હવામાને અચાનક યુ-ટર્ન લીધો છે. બંગાળની ખાડીમાં સક્રિય...
ગાંધીનગર, તા. 20 રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૨,૦૧,૬૦૫ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે કુલ રૂ. ૧,૧૯૧.૯૪ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં...
દેશની સર્વોચ્ચ અદાલત Supreme Court of India એ આંધ્ર પ્રદેશમાં થયેલા એક ચર્ચાસ્પદ હત્યા કેસમાં પોલીસની કામગીરી પર કડક ટિપ્પણી કરી છે....
રખડતાં કૂતરાની ગણતરી શા માટે? અને ગણતરીનો થોડો સમય પસાર થતાં એમાં ફેરફારની શક્યતા નકારી શકાતી નથી. વધુમાં આ કામગીરી શિક્ષકોએ કરવાની...
કહેવાય છે કે જેવું વાવો તેવું લણો, પણ વાણી એક આભુષણ સમાન છે. દરેક વ્યક્તિ જેમ પોતાના પૈસાનો વ્યવહાર સમજી-વિચારીને કરે છે....
બંસલ મોલ સામે વીજ કંપનીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના, અકસ્માત સર્જી ગાડીમાં સવાર MGVCLના ચાર કર્મચારીઓ વાહન ઘટનાસ્થળે જ...
એક સૂફી સાધ્વી ધર્મગ્રંથનું વાચન કરી રહ્યાં હતાં અને શિષ્યો અને અન્ય સંતો મન દઈને તેને સાંભળી રહ્યાં હતાં. સૂફી સાધ્વીના મુખમાંથી...
પડોશી આરોપી ઝડપાતા દેશભરમાં આક્રોશ હરિયાણાના Gurugram શહેરમાં 3 વર્ષની નિર્દોષ બાળકી સાથે થયેલી અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારી ઘટના સામે આવતા...
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઓફર ફોર સેલ માટે રોથ્સચાઈલ્ડને સ્વતંત્ર સલાહકાર તરીકે પસંદ કર્યા તેને કારણે વિવાદનો...
વાત આમ તો 30 વર્ષ પુરાણી છે, જેના મજબૂત આધારો અને પ્રમાણો હાલમાં જ પ્રાપ્ત થયા છે. 30 વર્ષો પહેલાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’...
પૂર્વ પેસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક અમેરિકી સૈન્ય દ્વારા એક નૌકા પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી સામે...
ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સંપૂર્ણ અને કેટલાંકમાં આંશિક દારૂબંધી છે પણ એ સફળ રહી નથી. એનાથી ભ્રષ્ટાચાર વધ્યો જ છે અને બીજી...
પોતાના ટેરિફના નિર્ણયથી આખા વિશ્વમાં ભારે વમળો ઉભા કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને આખરે તેના જ દેશની સુપ્રીમ કોર્ટે મોટી લપડાક મારી છે. શુક્રવારે...
અમેરિકાની સર્વોચ્ચ અદાલત Supreme Court of the United States એ પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા લાગુ કરાયેલા વ્યાપક ટેરિફને રદ કરતા મહત્વપૂર્ણ...
મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. Israel દ્વારા લેબનનમાં કરવામાં આવેલા તાજા હવાઈ અને ડ્રોન હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત...
બે કાર અને બાઈક વચ્ચે ટક્કર, અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત (પ્રતિનિધિ), વડોદરા. તા.20 શહેરના સિંધરોટ બ્રીજ પર બે કાર અને એક મોટરસાયકલ...
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ન્યાયમંદિરના ભરચક વિસ્તારમાં સ્કોર્પિયોની સ્વિફ્ટને જોરદાર ટક્કર, પોલીસ ‘સીમાડા’ વિવાદમાં અટવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈ તંત્ર એલર્ટ
ક્રૂઝ શિપમાં ફેલાયો નોરો વાયરસનો કહેર! 3116 મુસાફરો વચ્ચે 115 લોકો બીમાર થતા મચ્યો ખળભળાટ
‘5+2+2+2-2’નું ગણિત કેમ નથી બેસતું? તમિલનાડુમાં સરકાર બનાવવામાં TVKના વિજયને પડી રહી છે મુશ્કેલી
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
શુભેંદુ અધિકારી બન્યા પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, પીએમ મોદીની હાજરીમાં લીધા શપથ
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
સાચી રીતે શીખવા માટે
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
સ્થાનિકોમાં ભારે રોષ: રાત્રિના સમયે અંધારામાં મોટા અકસ્માતની ભીતિ, તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ
વડોદરા: શહેરના વ્યસ્ત ગણાતા નટુભાઈ સર્કલ પાસે છેલ્લા કેટલાય સમયથી એક જોખમી ખાડાએ રાહદારીઓ અને વાહનચાલકોની ઊંઘ હરામ કરી દીધી છે. આ ખાડાને કારણે માત્ર અકસ્માતનું જોખમ જ નથી તોળાઈ રહ્યું, પરંતુ પાઈપલાઈનમાં ભંગાણને કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, તંત્રએ માત્ર બેરિકેટ મૂકીને પોતાની જવાબદારી પૂર્ણ માની લીધી છે, જેનાથી સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ઉનાળાની શરૂઆત થતા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની બૂમરાણ મચતી હોય છે, ત્યારે નટુભાઈ સર્કલ પાસે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે ચોવીસે કલાક પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હજારો લિટર પાણીનો આ વેડફાટ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. “બેરિકેડથી રસ્તો નથી બનતો, કામગીરીથી બને છે!” તેમ એક રોષે ભરાયેલા રાહદારીએ જણાવ્યું હતું.

આ ખાડો એટલો ઊંડો અને જોખમી છે કે સ્થાનિકો તેને ‘મોતનો ખાડો’ કહી રહ્યા છે. રાત્રિના સમયે આ માર્ગ પર પૂરતો પ્રકાશ ન હોવાને કારણે ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડો જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. માત્ર બેરિકેડ મૂકી દેવાથી અકસ્માત રોકી શકાશે નહીં, કારણ કે સાંકડા રસ્તા પર બેરિકેટને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે ”તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે. માત્ર આડશ મૂકી દેવાથી જવાબદારીમાંથી મુક્ત થઈ શકાય નહીં. જો જલ્દી સમારકામ નહીં થાય તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરશે.”
હવે જોવાનું એ રહે છે કે વડોદરા મહાનગરપાલિકા આ આળસ ખંખેરીને જાગે છે કે પછી કોઈ નિર્દોષનો જીવ જાય ત્યાં સુધી રાહ જોવે છે.
:- સ્થાનિકોની મુખ્ય માંગણીઓ:
*તાત્કાલિક સમારકામ: ખાડાને યોગ્ય મટીરિયલથી પૂરીને રસ્તાનું લેવલિંગ કરવામાં આવે.
*પાઈપલાઈનનું સમારકામ: પાણીનો વેડફાટ અટકાવવા માટે પાઈપલાઈનનું ભંગાણ વહેલી તકે રીપેર થાય.
*પૂરતી લાઈટિંગ: જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી રાત્રિના સમયે ત્યાં ચેતવણી આપતી લાઈટો કે પૂરતો પ્રકાશ રાખવામાં આવે.