Top News

More Posts

   The Latest

Most Popular

કાલોલ:
ભારતભરમાં હિંદુ સમાજની એકતા મજબૂત બને અને સમાજમાં સમરસતાનો ભાવ જાગૃત થાય તે હેતુસર વિવિધ સ્થળોએ હિંદુ સંમેલનો યોજાઈ રહ્યા છે. આ જ કડીમાં કાલોલ ખાતે પણ વિરાટ હિંદુ સંમેલન યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
તા. 25-02-2026 (બુધવાર) ના રોજ મહાલક્ષ્મી ચોક ખાતે સાંજે 5:00 કલાકે યોજાનાર આ વિરાટ હિંદુ સંમેલનમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે કાલોલ ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ પુ.પા. ગો.108 શ્રી અભિષેકલાલજી મહારાજ ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય વક્તા તરીકે સનાતન હિંદુ અને સાંસ્કૃતિક વક્તા મીનાક્ષીબેન સેરહાવતજી (હરિયાણા) સંબોધન આપશે.
આ સંમેલન પૂર્વે બપોરે 4:00 કલાકે પ્રયાગ ચોક સ્થિત રામજી મંદિર (મોટા મંદિર પાસેથી) કળશ યાત્રા નીકળશે, જે વિવિધ માર્ગો પરથી પસાર થઈ સાંજે 5:00 કલાકે મહાલક્ષ્મી ચોક ખાતે પહોંચશે. ત્યારબાદ વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવશે.
આ સંમેલન દ્વારા હિંદુ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને સમરસતાનો સંદેશ પ્રસરાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. સ્થાનિક હિંદુ સંગઠનો તથા સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જોરદાર તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

To Top