ભરૂચ: આજે અધિક શ્રાવણ મહિનાનો (Shravan Month) સોમવાર જેને હિંદુ પરંપરામાં (Hindu Religion) ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ‘નર્મદા નદીના કાંઠે...
હરિયાણા: હરિયાણાના (Haryana) મેવાતમાં ભગવા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણના સમાચાર છે. ભગવા યાત્રા દરમિયાન અચાનક થયેલા પથ્થરમારામાં (Stoning) ઘણા લોકો...
મુંબઈ: કરણ જોહરની (Karan Johar) ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) દિવસેને દિવસે વધુ સારી...
સુરત: માંડવી (Mandavi) તાલુકામાં દરવાજાવાળો વેર-2 (આમલી) ડેમ (Dam) આવેલો છે. ડેમની પુર્ણ સપાટી 115.80 મીટર છે. રાજય સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન...
સુરત: છેલ્લા બે વર્ષથી સતત દારૂના (Alcohol) વ્યસનમાં રહેતા ડિંડોલીના યુવકને પરિવારજનો દારૂ માટે ના પાડતાં તેણે દારૂને બદલે કફ સીરપ (Cough...
નેત્રંગ – ડેડીયાપાડા (Dediyapada) રોડ પર આવેલા થવા ગામ નજીકથી વહેતી કરજણ નદીમાં (Karajan River) થવા ગામના નવયુવાનનો પગ લપસી જતાં નદીના...
વારાણસી: વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીને (Gyanvapi)...
આજે દેશના બે રાષ્ટ્રપતિ વિષે વાત કરવી છે. એક આજી છે અને બીજા માજી છે. જે આજી છે એ આદિવાસી છે અને...
નવી દિલ્હી: 27 જૂને ICCએ ODI વર્લ્ડ કપ 2023ની મેચોનો શેડ્યુલ જાહેર કર્યો હતો. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે...
મણિપુર અને મણિપુરનો મુદ્દો ભડકે બળે છે ત્યારે ત્યાંના જાતિવાદ – વંશવાદના સંઘર્ષને સમજવો બહુ અગત્યનો બની જાય છે. વળી મણિપુરમાં અફીણની...
વાપી : વાપી (Vapi) જીઆઈડીસી (GIDC) વિસ્તારના ડોક્ટર્સ (Doctors) કો.ઓ.હા.સોસાયટીના પ્લોટમાં રહેતા વેપારીએ પોતાની મોંઘીદાટ કાર (Car) ઘર સામે લોક કરીને પાર્કિંગમાં...
મણિપુરમાં હાલમાં જે હિંસક ઘટનાઓ બની રહી છે, તેનું ખરું કારણ જાણવા માટે તેના ઇતિહાસમાં ઊંડા ઊતરવું પડશે. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા...
મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ ગુજરાતના વિવિધ શહેરોમા પુલો તૂટવાની ઘટનાની વણઝાર વણથંભી રહી છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર વલસાડના...
આમતો એક મોટો નિબંધ લખી શકાય એટલી વિગતો છેલ્લા છ દાયકાથી મનપાનાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતી નાટય સ્પર્ધા અંગે છે.આમાં સારાં અને...
ટેક્સટાઈલ માર્કેટોમાં ઠગ વેપારીઓ આયોજન બદ્ધ વેપાર કરે છે, પહેલા તો તેવો રોકડમાં માલ ખરીદે છે અને વિવર્સો ને વિશ્વાસ આવી જાય...
સુરત: લિંબાયત ખાતે ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી ઘરની નીચે પેન્સિલ લેવા ગઈ ત્યારે એક છોકરાએ તેને ‘ગેમ ખેલતે હૈ’,...
સુરતમાં તાપી નદી ઉપર બાંધવામાં આવેલો કોઝ વે છલકાઈ ગયો છે. તેથી તેના ઉપરની લોકોની અવર-જવરને બંધ કરી દીધી છે. આમ છતાં...
નવી દિલ્હી: એક ન સાંભળેલી ઘટનામાં ટોકો (Toko) નામની એક જાપાની વ્યક્તિએ (Japanese person) પોતાની જાતને કૂતરામાં (Dog) બદલવા માટે 20,000 ડોલર...
બાંધકામ બાબતે વિચારીયે તો સાબરમતીનો કેબલ સ્ટ્રેટ બ્રીજ નાણાં કમાવાની લ્હાયમાં જલદી શરૂ કરતા તૂટયો. 141 વ્યકિતઓના અવસાન થયા. અમદાવાદનો 40 કરોડના...
થોડા દિવસ પેહલા પ્રધાનમંત્રીશ્રી ના ભાષણમાં ફરીવાર પરીવારવાદ ની વાતો જોરશોરથી સાંભળવા મળી.સાહેબ કહી રહ્યાં હતા કે તમારે મુલાયમ સિંહ ના દીકરાનું...
નવસારી: રાજ્યમાં એસ.ટી.બસોમાં (ST Bus) મુસાફરોની સુરક્ષિતતા પર વધુ એક વાર પ્રશ્ન ઉભો થયો છે. ગઈકાલે રાતે નવસારીના નેશનલ હાઈવે નં.48 (National...
24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને આજે 500 દિવસ પૂર્ણ થયા છે. આ 500 દિવસમાં યુક્રેનના 9 હજાર સામાન્ય નાગરિકોનાં...
સુરત : ત્રણ મહિના પહેલા ઘરમાં પહેલી દીકરીએ જન્મ લીધો હતો. જેની ખુશી માતમમાં છવાઇ ગઇ હતી. ફેફસામાં (Lungs) દૂધ (Milk) જતાં...
ડાકોર,: ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ સ્નાન કરવા આવતાં હોય છે. તેમ છતાં તળાવના કિનારે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા કરવામાં...
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં સતત એક કલાક વરસાદ વરસવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જેને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો ફેલાવાની...
પેટલાદ : પેટલાદ વિભાગીય મથક ઉપરાંત તાલુકો છે. અહીંયા રેલ્વે સ્ટેશનને જંક્શનનો દરજ્જો છે. પરંતુ જંક્શનને મળવા પાત્ર સુવિધાઓનો અભાવ છે. પેટલાદ...
નવી દિલ્હી: મહિલા ફીફા વર્લ્ડ કપ 2023 (Women’s FIFA World Cup 2023) હાલમાં ઝીલેન્ડમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે અને દર્શકોને રોજેરોજ...
કપડવંજ : રાજ્યની ગ્રામ પંચાયતોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રામ્ય કક્ષાની જનતા માટે પોતાના જ ગામમાં જરૂરી નકલો મેળવી શકે તે માટે...
સુરત: સુરતમાં (Surat) વાલીઓ માટે ફરી એકવાર લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વરાછા યોગી ચોક સ્થિત એક સોસાયટીની ગેલેરીમાંથી કિશોરી...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. જાહેર રસ્તા પર દિવસ અને રાત્રે...
જો કિમ જોંગ-ઉનની હત્યા થાય તો ઉત્તર કોરિયા પરમાણુ હુમલો કરશે: નવી બંધારણીય જોગવાઈ
‘રીલબાજ’ પત્ની પર પતિનો ગુસ્સો ફૂટ્યો: ફોટા પર થૂંકી જીવિત પત્નીના અંતિમ સંસ્કાર કર્યા
પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત
સાવલીના ઝવેરીપુરા તળાવમાં અજાણ્યો ઇસમ ડૂબ્યાની આશંકા
શું મધ્ય પૂર્વમાં યુદ્ધ આખરે બંધ થશે? ઈરાને પાકિસ્તાન દ્વારા અમેરિકાના પ્રસ્તાવનો જવાબ મોકલ્યો
‘ગુજરાત મોડલ’ની મદદ માંગતા રેવંત રેડ્ડીને PM મોદીએ આપ્યો રમૂજી જવાબ
2018ના કીમ સ્ટેશન અકસ્માત કેસમાં હાઇકોર્ટનો માનવતાભર્યો નિર્ણય, અનબોર્ન ચાઇલ્ડ પણ વ્યક્તિ છે, પરિવારે જીત્યો કેસ
કેરળમાં મુખ્યમંત્રી પદ અંગે સસ્પેન્સ: કોંગ્રેસે દાવેદારોના પોસ્ટર હટાવ્યા
હંટાવાયરસ મુદ્દે WHOએ કહ્યું, હાલ ગભરાવાની જરૂર નથી, વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે
અભિનેતાથી સીધા CM સુધીની સફર, કમલ હાસન અને પ્રકાશ રાજે CM વિજયને પાઠવી શુભેચ્છા
‘વંદે માતરમ પહેલા તમિલ ગીત…’: વિજયના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રીય ગીત પર વિવાદ
વડોદરામાં આવતીકાલે પ્રધાનમંત્રીનો રોડ શો: ૧૬ મંચ બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે
“હું ગુજરાતની જેમ પૈસા આપવા તૈયાર પણ તેલંગાણા આવતા-આવતા અડધા થઈ જાય છે”- PM મોદી
ગોધરા તાલુકાના વાવડી ખુર્દ પાસે સ્કોર્પિયોના ચાલકે બે બાઈકને જોરદાર ટક્કર મારી, 3ના મોત
હવે સુરતમાં AI કરશે આગાહી, પૂર-હીટવેવ પહેલા જ મળશે એલર્ટ
UPમાં યોગી મંત્રીમંડળનું વિસ્તરણ: 6 નવા મંત્રીઓએ શપથ લીધા, કુલ મંત્રીઓની સંખ્યા 60 થઈ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટો વિવાદ, 5 સીનિયર ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ સાઇન કરવાની ના પાડી
જ્યારે વિજય CM તરીકે શપથ લેતી વખતે ભાષણ આપવા લાગ્યા ત્યારે રાજ્યપાલે કર્યું આ કામ..
ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સેન્ટુરિયન પર ફિલ્મ બનાવવા 25 વર્ષ બાદ ફરી સાથે કામ કરશે આમિર ખાન અને આશુતોષ ગોવારીકર
યુદ્ધ હવે અંત તરફ…પુતિને આપ્યા યુક્રેન સાથે શાંતિના સંકેત, શરતો નક્કી થાય તો ઝેલેન્સ્કી સાથે મુલાકાત શક્ય
બંગાળમાં હાર પછી TMCમાં આંતરિક ઘમાસાણ, પાર્ટી વિરોધી ટિપ્પણીઓ બદલ કાર્યવાહી
આસામમાં NDA ધારાસભ્ય દળે હિમંતા બિસ્વા સરમાના નામ પર લગાવી મુહર, 12 મેના રોજ લેશે શપથ
હુમલો કરશો તો અમેરિકી ઠેકાણાઓ ખતમ કરી દેશું, IRGCની ટ્રમ્પને ખુલ્લી ધમકી
માતાની ખોટ પૂરી પરિવારની ‘મા’ બની: સુરતની દીકરીએ ત્યાગ અને સમર્પણથી લખી પ્રેરણાદાયી કહાની
દહેજ લોભી સાસરિયાઓએ બે જીવ લીધા
CSK vs LSG: શું ધોની આજે મેદાનમાં ઉતરશે? ચેન્નાઈના શ્વાસ અટક્યા, લખનઉ સામે આજે ‘કરો કે મરો’નો જંગ
લખનઉમાં સનસનાટી: ભાજપના યુવા નેતા પર ઘર પાસે જ તાબડતોડ ફાયરિંગ
આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ બેંગલુરુમાં નવા ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું
ઘરના નીચે લાવાની નદી, આકાશમાં ઝેરી ગેસનો ખતર
ગુજરાત ટાઇટન્સનો દબદબો યથાવત્, રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવી ટોપ-2માં પહોંચી ટીમ
ભરૂચ: આજે અધિક શ્રાવણ મહિનાનો (Shravan Month) સોમવાર જેને હિંદુ પરંપરામાં (Hindu Religion) ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ‘નર્મદા નદીના કાંઠે જેટલા કંકર એટલા શંકર’ એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. નર્મદા (Narmada River) તટ પર આવેલા ગામોમાં પ્રસિદ્ધ અને ભાવભક્તિપૂર્વકના શિવમંદિરો (Lord Shiva’s Temple) આવેલા છે. અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે. નર્મદા પુરાણમાં તરણેશ્વર તરીકે જોડાયેલું એ આજના તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ ર્ક્યુ હોવાનું કહેવાય છે. શાસ્ત્રોમાં કપિલમુનિને સાક્ષાત શિવ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે.

એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા. જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ તેઓએ તવરા ગામે પહોંચીને તપ કર્યું હતું. જેને લઈને સાક્ષાત શિવ સ્વરૂપે દર્શાવીને તેઓના નામે કપિલેશ્વર મહાદેવ સહિત સપ્ત શિવલિંગની સ્થાપન કર્યું હતું. જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે. અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતાં હોવાથી ચિંતનાથ મહાદેવના નામે પણ ઓળખાય છે.

રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ, બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું. બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે, હવે આ મંદિર કડોદ ગામની સીમામાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે અહીં ચઢાઇ કરી હતી. ઔરંગઝેબના સૈન્યએ મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું પછી તેવો સૈન્ય લઈને અંગારેશ્વર ગામે ગયા હતા.
આ તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે અને મંદિરના દર્શન કરી ચિંતામુક્ત થાય છે. સર્વ વૃક્ષોમાં પીપળાનું ઝાડ, દેવ ઋષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધમાં કપિલ મુનિ શ્રાવણ માસના સોમવારે વહેલી સવારે ભક્તોની ભીડ જામે છે.