Dakshin Gujarat

રવિવારની મજા માણવા ગયેલા ત્રણ મિત્રોમાંથી એક મિત્રનું નેત્રંગની કરજણ નદીમાં પગ લપસી જતાં મોત

નેત્રંગ  –  ડેડીયાપાડા (Dediyapada) રોડ પર આવેલા થવા ગામ નજીકથી વહેતી કરજણ નદીમાં (Karajan River) થવા ગામના નવયુવાનનો પગ લપસી જતાં નદીના ધસમસતા પ્રવાહમાં ડુબી જવાથી કરૂણ મોત (Death) નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેડીયાપાડા રોડ પર આવેલા થવા ગામના સ્ટેશન ફળીયા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ શાંતિલાલભાઈ વસાવા  ખેતમજુરી કરી પોતાનું તેમજ પોતાના કુટુંબનું જીવનનિર્વાહ કરે છે. જેઓને સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાં સૌથી મોટો પુત્ર અરુણકુમાર વસાવા (ઉ.વ.આશરે 17) સ્થાનિક હાઇસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. તે તેમજ તેના બે મિત્રો રવિવારે હાઇસ્કૂલમાં રજા હોવાથી ગામની નજીકથી વહેતી કરજણ નદીના કિનારે પૌરાણિક મહત્વ ધરાવતું મહાદેવનું મંદિર આવેલ છે. જયાં ત્રણેય મિત્રો સવારના નવ થી દસના સમય ગાળા દરમિયાન દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા બાદ કરજણ નદી બે કાંઠે વહેતી હોવાથી અને ચોમાસાની સિઝનને લઇને પાણીના પ્રવાહને જોવા માટે ત્રણેય મિત્રો નદી કિનારે ગયા હતા. જ્યાં કિનારે અરુણનો પગ લપસી પડતાં બે મિત્રો તેને બચાવવા માટે કંઇક પ્રયત્ન કરે તે પહેલા જ તે નદીના વહેણમાં ખેંચાઇ ગયો હતો.

નદીના ધસમસતા પ્રવાહમાં પોતાના મિત્રને ખેંચાઇ જતો જોઈને બંન્ને મિત્રોના હોશ ઉડી ગયા હતા. મિત્રોએ બનાવ બાબતની જાણ પિતા સુરેશભાઈ તેમજ ગામજનોને કરતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને અરુણની શોધખોળ પાણીમાં આરંભી હતી. બીજી તરફ નેત્રંગ મામલતદાર અનિલ વસાવા તેમજ નેત્રંગ પોલીસને જાણ થતાં તેઓએ ઘટના સ્થળે જઇ જાત તપાસ કરી ઝધડીયા જીઆઇડીસીમાંથી ફાઇરની ટીમ બોલાવી હતી. ફાઇરની ટીમે ભારે જહેમત લાશને ખોળવા લગાવી હતી. પરંતુ આંધારુ થતાં રવિવારે તે કામગીરી બંધ કરવામાં આવી હતી.

ત્યાર બાદ સોમવારે મામલતદાર થકી ભરૂચ થી એન.ડી.આર.એફની ટીમ બોલાવવામાં આવી હતી, પરંતુ આ ટીમ આવે તે પહેલા જ અરુણની લાશ સગાસંબધીઓને નદીમાં નજરે પડતા પાણીના પ્રવાહમાંથી લાશને બહાર કાઢીને નેત્રંગ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી. જ્યાં થવા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જમાદારે જરૂરી કાગળો ભેગા કરી અકસ્માત મોતનો ગુનો દાખલ ર્ક્યો છે. આ આકસ્મિક મોતના કારણે થવા ગામ સહિત સમસ્ત વસાવા સમાજમાં ધેરાશોકની લાગણી ફરીવળી છે.

Most Popular

To Top