World

પાકિસ્તાનમાં બસ ખાઈમાં પડતાં 10 લોકોનાં મોત, ઘણાં ઘાયલ

પાકિસ્તાન: પાકિસ્તાનમાં (Pakistan) એક સ્પીડી બસે (Speedy Bus) આજે બુધવારે અનેક લોકોના જીવ લીધા (Death) છે. જણાવવામાં આવી રહ્યું છે કે પહાડીઓ (Hills) પરથી પસાર થઈ રહેલી એક બસ રાત્રિના અંધકારમાં ખૂબ વધુ ગતિથી આગળ વધી રહી હતી. દરમિયાન એક વળાંક પર અચાનક બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ પછી બસ પલટી ગઈ અને સીધી ખાઈમાં (Valley) પડી હતી.

  • મંગળવારે મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અકસ્માત
  • 10 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ
  • ઘાયલોમાં પણ ઘણાની હાલત નાજુક
  • વધુ ઝડપને કારણે વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
  • વધુ ઝડપને કારણે એક વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો

પ્રાપ્ત વિગતો મુજબ બસ કાબૂ બહાર જતાં જ તેમાં બેઠેલા લોકોમાં હોબાળો મચી ગયો હતો. તેમજ બસમાં સવાર લોકો સમજી શકે ત્યાં સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમજ રાત્રીના સમયે થયેલા અકસ્માતને કારણે મદદ માટે મુસાફરી સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. પરંતુ સ્થાનિક લોકોની મદદથી કોઈક રીતે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમજ ઘાયલોમાં પણ ઘણાની હાલત નાજુક છે.

સમગ્ર મામલે સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના મંગળવારે મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં થઈ હતી. જ્યારે એક સ્પીડિંગ બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે આજે બુધવારે આ જાણકારી આપી હતી. બસ હરિપુર જિલ્લાના ખાનપુરથી પહાડી ગામ તરફ જઈ રહી હતી. ત્યારે તરનાવા ખાતે અકસ્માત સર્જાયો હતો. તેમજ ઘણાંના જીવ જોખમમાં મુકાયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે વધુ ઝડપને કારણે એક વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ઊંડી ખીણમાં પડી હતી. તેમજ મૃતકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હાલ બચાવ વાહનો અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા હતા. તેમજ વધુ ઝડપને કારણે એક વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમા છે.

Most Popular

To Top