નડિયાદ: કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણી થઈ રહી છે. ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી.એસ શ્રીસ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ખેડા લોકસભા વિસ્તારની...
સુરત: સુરત (Surat) શહેરના મોટા વરાછા ખાતે આવેલા લજામણી ચોક પાસે બુધવારે બપોરે એક શેર દલાલનું (ShareBroker) ચાર અજાણ્યા અપહરણ (Kidnaping) કરીને...
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મેલોડ્રામા વચ્ચે હું તમારું ધ્યાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મંગળવારે જે કહ્યું તેના તરફ દોરવા માંગુ છું....
કોઇપણ દેશ હોય ત્યાં રહેતા તે દેશના તમામ નાગરિકો માટે કાયદા સરખા જ હોવા જોઇએ, મતલબ એ દેશના નાગરિકોએ એક જ પ્રકારના...
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો પ્રારંભ ભારેથી અતિભારે વરસાદથી થયો. સમગ્ર રાજ્યનાં અનેક શહેરો અને ગામડાઓના નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થયા. આ વરસાદની...
2જી જુલાઇના ગુજરાતમિત્ર દૈનિકના પ્રથમ પૃષ્ઠના અહેવાલ મુજબ મુંબઇ-નાગપુર ધોરીમાર્ગ પર બસ સળગી જતાં 25 નિર્દોષ મુસાફરો બળીને ભઠથું થઇ ગયા. જે...
સુરત: શહેરમાં રખડતાં કૂતરાંઓના હુમલાના આંતક સામે પાલિકા કશું જ ઉકાળી શકી નથી. સમયાંતરે શહેરના નાગરિકો કૂતરાંના હુમલાનો ભોગ બની રહ્યાં છે....
એક યુવાન જીવનની મુશેક્લીઓથી થાક્યો અને હાર્યો હતો.જીવનમાં દરેક મોરચે તેને પછડાટ મળતી હતી.નોકરી મળી નહિ એટલે ધંધો શરૂ કર્યો પણ તે...
ગાંધીનગર: ભાજપ (BJP) હાઈકમાન્ડ દ્વારા બેઠકોનો દોર યથાવત છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ બુધવારે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીની (Election)...
એમ મનાય છે કે હસવાનું વરદાન કેવળ મનુષ્યોને જ મળેલું છે. અન્ય કોઈ જીવો હસી શકતા નથી. અલબત્ત, અમુક પ્રાણીઓ હસતાં હોવાનું...
સુરત: સુરત શહેરના ઉધના વિસ્તાર માં અસામાજિક તત્વો ફરી બેફામ થયા છે. તાજેતરમાં એક ટપોરી ખુલ્લેઆમ તલવાર લઈ લોકો પર રૌફ જમાવતો...
શિવસેના પ્રમુખ બાળ ઠાકરે પુત્રપ્રેમ અને ન્યાયની વચ્ચે અટવાઈ ગયા હતા અને તેમણે ભત્રીજા રાજ ઠાકરેને અન્યાય કર્યો હતો. એમાં કોઈ શંકા...
દુનિયાભરમાં હાહાકાર મચાવનાર ચાટ જીપી એલ ના સ્થાપક – સેમ ઓલ્ટમેન છે. આખી વાત શરૂ થાય છે 2015માં. સેમે તેની કંપની ‘ઓપન-એઆઈ’...
સુરત: છેલ્લાં કેટલાય સમયથી સુરતમાં (Surat) રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યાથી લોકો હેરાન થઈ ગયા છે. ડોગબાઈટ અને રખડતા ઢોરોની સમસ્યા દિવસેને...
નવી દિલ્હી: લાંબી રાહ જોયા બાદ મેટા (META) દ્વારા થ્રેડ્સ (Threads) એપ (App) લોન્ચ કરવામાં આવી છે. Mateએ ભારત સહિત 100 થી...
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South Africa) બોક્સબર્ગમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગેસ (Gas) લીક થવાને કારણે અફરા તફરી મચી ગઈ હતી. બોક્સબર્ગમાં સિલિન્ડરમાંથી ઝેરી...
લેટ્સ ડુ ઈટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 2 જુલાઈ, 2023 ના રોજ ગુજરાતના સંજાલી ગામમાં સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...
સુરત: સુરતનો (Surat) ફેમસ ડુમસ (Dumas) દરિયો પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે. પરંતુ કેટલાક માટે તે ભયજનક પણ છે. હાલ ડુમસની એક...
પલસાણા: પલસાણા (Palsana) પોલીસે (Police) મળેલી બાતમીના આધારે પલસાણા હાઇવે ચાર રસ્તા નજીકથી એક કારમાંથી (Car) 33 હજારના દારૂ (Alcohol) સાથે બેની...
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી આપણે ઉડ્ડયન ક્ષેત્રમાં ઘણા મોટા સમાચાર જોયા છે. પહેલી એર ઈન્ડિયા ટાટા ગ્રુપમાં જઈ રહી છે. ત્યારબાદ...
મુંબઇ: દક્ષિણ ભારતીય ફિલ્મોની સૌથી લોકપ્રિય અભિનેત્રી (Actress) સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હવે કરિયરમાં બ્રેક લેવા જઈ રહી છે. વરુણ...
સ્પેન: એટલાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) આફ્રિકન તટ નજીક સ્થિત સ્પેનના (Spain) કેનેરી દ્વીપના કિનારે વૈજ્ઞાનિકોને (Scientist) 4 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું...
સુરત: સુરતના (Surat) છેડે ખજોદમાં ડ્રીમ સિટી (DreamCity) ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) બનીને તૈયાર છે. હવે ક્યારે આ બુર્સમાં...
મેરઠ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (International cricketer) પ્રવીણ કુમારની (Praveen Kumar) કારને મેરઠમાં (Meerut) કમિશનરેટ આવાસ પાસે કેન્ટરે ટક્કર (hit) મારી હતી. આ...
મુંબઇ: ફેમસ કોમેડિયન કપિલ શર્મા તેમની શાનદાર કોમેડી માટે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ફેમસ કોમેડિયન કપિલ શર્માએ અચાનક શો બંધ કરીને...
સુરત: વરાછા લંબે હનુમાન મંદિર સામેની નરસિંહ ની ચાલ માં એક યુવકને ઘરમાં ઘુસી પ્રેમિકાના જુના બોય ફ્રેન્ડે ચપ્પુના બે ઘા મારી...
લખીમપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુર ખીરીનો (Lakhimpur Khiri) એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દુધવા નેશનલ પાર્કનો...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) કોર્ટમાં (Court) ફાયરીંગની (Firing) ઘટના સામે આવી છે. અહીંની તીસ હજારી કોર્ટમાં વકીલો (Lawyer) વચ્ચે બોલાચાલી બાદ થયેલા...
મુંબઈ: NCPના વડા શરદ પવાર (SharadPawar) સામે અજિત પવારનો (AjitPawar) બળવો હવે આગલા તબક્કામાં પહોંચી ગયો છે. હવે શરદ પવાર અને અજિત...
અમદાવાદ: કાર અકસ્માતમાં (Car Accident) ગુજરાતના ચાર વિદ્યાર્થીઓના (Gujarati Student) તુર્કીમાં (Turkey) મોત (Death) થયા હોવાના દુ:ખદ સમાચાર જાણવા મળ્યા છે. રજાના...
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
નડિયાદ: કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણી થઈ રહી છે. ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી.એસ શ્રીસ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિશાળ જનસભામાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પૂ.સર્વમંગલ સ્વામી (નડિયાદ મંદિરના કોઠારી), પૂ.ભગવત ચરણ સ્વામી (આણંદ મંદિરના કોઠારી), અક્ષરનયન સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણે પોતાની રાજકીય કારકિર્દીમાં આશીર્વાદરૂપી મદદ કરનારાઓને બિરદાવ્યાં હતાં અને સંનિષ્ઠ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. જ્યારે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાંએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કોંગ્રેસ સહિત વિપક્ષી દળો ઉપર આકરાં પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આપણી સાચી સમસ્યા એ છે કે આપણને નબળો અને નમાલો વિપક્ષ મળ્યો છે, જે જુઠ્ઠાણું ફેલાવે છે અને એ પણ વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરે છે. ૧૪ વર્ષ પહેલાંની કોંગ્રેસની અને તેમના મળતીયાઓની સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કઈંજ નહોતું. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગેસની બોટલો ઘેર ઘેર પહોંચ્યા. અગાઉ સાંસદને ગેસની માત્ર દસ કુપન મળતી હતી. નર્મદાના નીર ગુજરાતમાં ખેતરે-ખેતરે પહોંચ્યા, તેનો યશ નરેન્દ્રભાઈ મોદીની સરકારને જાય છે.
ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટે લાખો રૂપિયા સાથે સરપંચોને અધિકાર પણ આપ્યા. જેમાં પુરે પુરી વહીવટમાં પારદર્શિતા એ નરેન્દ્રભાઈ મોદી સરકારની સહુથી મોટી દેન છે. કોંગ્રેસે તેના કાર્યકાળમાં ખેડૂતોને કઈંજ નથી આપ્યું. આજે ખેડૂત સન્માનનિધિના નાણાં સીધા ખેડુતોના બેંક ખાતામાં જમા થાય છે. કોરોના સામે પણ પણ દેશ અને દુનિયાના લોકોને રક્ષા કરવામાં પણ આ દેશના તબીબો, પાઈલોટો વગેરેએ જીવના જોખમે કામ કરી દવાઓ અને રસી પહોંચાડી છે. ભારત મદદ કરનારા દેશ તરીકે દુનિયામાં ઓળખાયો એનો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે.
યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને સહીસલામત લાવવાનું કામ ભારત સરકારે કર્યું છે. વિકાસના કામોએ દેશમાં હરણફાળ ભરી છે. રોડ, કૃષિ, આરોગ્ય તમામ ક્ષેત્રે ભારતમાં વિકાસ થયો છે. તેમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારનું નોંધપાત્ર યોગદાન છે. આ વિશાળ જનસભામાં પૂર્વ સાંસદ ડો.કે.ડી.જેસવાણી, ખેડા જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ ભાજપ મંત્રી જાહનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ખેડા-અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતાં.