Sports

ભારતીય ક્રિકેટરને કારને કેન્ટરે ટક્કર મારી, ક્રિકેટરનો આબાદ બચાવ

મેરઠ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (International cricketer) પ્રવીણ કુમારની (Praveen Kumar) કારને મેરઠમાં (Meerut) કમિશનરેટ આવાસ પાસે કેન્ટરે ટક્કર (hit) મારી હતી. આ ટક્કરમાં પ્રવીણ કુમારનો બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર બાગપત રોડ પર સ્થિત મુલતાન નગરના રહેવાસી ક્રિકેટર પ્રવીણ કુમાર મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે પોતાના ડિફેન્ડર વાહનમાં પાંડવ નગરથી આવી રહ્યા હતા. પ્રવીણ કુમારની સાથે તેનો પુત્ર પણ હતો.

કમિશનરના નિવાસસ્થાન નજીક પહોંચતા અકસ્માત નડ્યો
પાંડવ નગરથી આવતા સમયે તેઓ કમિશનરના નિવાસસ્થાન નજીક પહોંચ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલા એક ઝડપી કેન્ટરે તેમની કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં કારને નુકસાન થયું હતું. જ્યારે કારમાં સવાર પ્રવીણકુમાર અને તેમનો પુત્ર સુરક્ષિત રીતે બચી ગયા હતા. કાર અને કેન્ટરની ટક્કર થતા ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જેમણે કેન્ટર ચાલકને ઘટના સ્થળ પર જ પકડી લીધો હતો.

માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
આ અંગેની માહિતી સિવિલ લાઇન પોલીસને મળી હતી. માહિતી મળતા સિવિલ લાઇન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન સીઓ અરવિંદ ચૌરસિયા પણ ત્યાં પહોંચી ગયા હતા. સીઓ અરવિંદ ચૌરસિયાએ આ સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી.

કેન્ટર ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે
કેન્ટર ચાલકને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવ્યો હતો. સીઓએ જણાવ્યું કે અકસ્માતમાં પ્રવીણ કુમાર અને તેમનો પુત્ર સુરક્ષિત છે. કેન્ટર ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું
જો વાત કરીએ તો પ્રવીણ કુમારે 2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ, 68 વનડે અને 10 ટી-20 મેચ રમી હતી. પ્રવીણ કુમારે 2008માં ભારતને ઓસ્ટ્રેલિયામાં સીબી સિરીઝમાં જીત અપાવી હતી. આ સમયે તેમણે એક અગ્રણી બોલરની ભૂમિકા ભજવી હતી. તેમણે ટેસ્ટમાં 27 વિકેટ, વનડેમાં 77 વિકેટ અને T20માં આઠ વિકેટ લીધી છે. પ્રવીણ કુમારે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2012માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તેણે 119 આઈપીએલ મેચ પણ રમી છે અને 90 વિકેટ લીધી છે.

Most Popular

To Top