Business

ટ્વીટર સાથે સ્પર્ધા! મેટાએ લોન્ચ કરી થ્રેડ્સ એપ

નવી દિલ્હી: લાંબી રાહ જોયા બાદ મેટા (META) દ્વારા થ્રેડ્સ (Threads) એપ (App) લોન્ચ કરવામાં આવી છે. Mateએ ભારત સહિત 100 થી વધુ દેશોમાં Threads એપ લોન્ચ કરી છે. એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ હવે આ એપને તેમના સ્માર્ટફોનમાં ડાઉનલોડ (Download) કરી શકે છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર સામે મેટાની થ્રેડ્સ એપ સ્પર્ધામાં ઉતરી છે. થ્રેડ્સ મેટા દ્વારા એકલ ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે પરંતુ તમે આ એપમાં ઇન્સ્ટાગ્રામ સાથે પણ લૉગિન કરી શકો છો.

થ્રેડ્સના લોન્ચિંગ વિશે માહિતી આપતા માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફાયર ઇમોજી સાથે પોસ્ટ કર્યું અને લખ્યું કે ચાલો આ કરીએ. થ્રેડ્સમાં આપનું સ્વાગત છે. થ્રેડને લઈને નિષ્ણાતોનું માનવું છે કે થ્રેડ્સ આવનારા સમયમાં ખૂબ જ લોકપ્રિય થવા જઈ રહ્યું છે કારણ કે તે ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયેલ છે અને તેથી જ યુઝર્સની સંખ્યા વધી શકે છે. નિષ્ણાતોના મતે છેલ્લા કેટલાક મહિનામાં ટ્વિટરમાં જે પણ બદલાવ આવ્યો છે તેનાથી યુઝર્સે ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં તેમનો રસ મેટા થ્રેડ્સ તરફ વળી શકે છે.

થ્રેડ્સમાં ટેક્સ્ટ અને સંવાદ પર વધુ ધ્યાન આપવામાં આવશે
આ સાથે લોન્ચિંગ સમયે કંપનીએ જણાવ્યું કે અમારું લક્ષ્ય ‘થ્રેડ્સ’ દ્વારા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે જેનાં પર ટેક્સ્ટ અને સંવાદ પર વધુ ધ્યાન આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું જેમ Instagram ચિત્રો અને વીડિયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેવી જ રીતે આ એપમાં અમે ટેકસ્ટ અને સંવાદ પર વધુ ધ્યાન આપીશું. આ એપમાં પોસ્ટ માટે અક્ષર મર્યાદા 500 નક્કી કરવામાં આવી છે જ્યારે ટ્વિટર પર તે 280 છે. થ્રેડ્સ પર તમે પાંચ મિનિટ સુધીની લિંક્સ, ફોટો અને વીડિયો શેર કરી શકો છો.

મેટાની આ નવી એપને લઈને સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે
મેટાએ તેના વપરાશકર્તાઓને સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડવાના પગલાં પર ભાર મૂક્યો છે. આ એપમાં ઇન્સ્ટાગ્રામની કોમ્યુનિટી ગાઇડલાઇન્સ લાગુ કરવામાં આવી છે. વપરાશકર્તાઓ તેમના થ્રેડ્સ પર કોણ રિપ્લાઈ શકે તે માટે નિયંત્રણ મૂકી શકે છે. જોકે, મેટાની આ નવી એપને લઈને સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ હસ્તીઓએ બનાવ્યા થ્રેડ્સ પર એકાઉન્ટ
થ્રેડ્સ એપ લોન્સ થતાંની સાથે જ શેફ ગોર્ડન રામસે, પોપ સ્ટાર્સ શકીરા અને માર્ક હોયલ જેવી સેલિબ્રિટીઓએ તેના પર એકાઉન્ટ્સ બનાવ્યા હતા. આ એપ પર કોઈપણ ‘થ્રેડ’ (એટલે ​​કે પોસ્ટ) લાઇક, રિપોસ્ટ, રિપ્લાઈલ અને ક્વોટ કરી શકો છો. આ તમામ વિકલ્પો ટ્વિટર પર પણ ઉપલબ્ધ છે.

Most Popular

To Top