Charchapatra

આ વિકાસ છે કે વિનાશ?

બાંધકામ બાબતે વિચારીયે તો સાબરમતીનો કેબલ સ્ટ્રેટ બ્રીજ નાણાં કમાવાની લ્હાયમાં જલદી શરૂ કરતા તૂટયો. 141 વ્યકિતઓના અવસાન થયા. અમદાવાદનો 40 કરોડના ખર્ચ તૈયાર થયેલ બ્રીજ ઉદ્‌ઘાટન પહેલા જ બીન ઉપયોગી થઇ ગયો. અન્ય બ્રીજની સાઇડની દિવાલ પહેલા વરસાદમાં ધરાશયી થઇ?! વરીયાવ વેડ તાપી નદી પરનો પુલનું એપ્રોચ બેસી ગયું. બ્રીજ પર રોડનાં ગાબડા ઉખડવા લાગ્યા જે બ્રીજ 140 કરોડ રૂપિયાનો બન્યો છે અને ઉદ્‌ઘાટનના માંડ અઠવાડિયામાં આ પરિસ્થિતિ છે. તાપી જિલ્લાનો મિંઢોળા નદીનો પુલ બાંધકામ પૂર્ણ થયા પૂર્વે ધરાશયી થઇ ગયો?! સુરત કડોદરા હાઇવે પરનો અંડરપાસ પણ જોખમી પૂરવાર થયો છે.

બધા જ બાંધકામો આવા કેમ થઇ રહયા છે?? બાલસોનેર રેલવે દુર્ઘટના નાની નથી?! 300થી વધારે વ્યકિતઓના મોત થયા અને અસંખ્ય ઘાયલ થયા. પેસેન્જરનો કિંમતી માલસામાન અટવાયો. બીજી ઘટના જેમાં રેલવેના પાટા ગરમીથી પીગળી વાંકા વળી ગયા?! કયાંય આ વાત આટલા વર્ષોમાં બની નથી. જે વિકાસના પંથકમાં બને છે. કમિટિ બોલ તપાસ આપવી એ રીવાજ થઇ ગયો છે. પછી સમિતિનો અહેવાલ જનતાને ખબર નથી. ભેળસેળ તો દરેક ખાદ્ય પદાર્થમાં થવા લાગી છે અને તે પણ નાની મોટી નહીં. ટનબંધી માલમાં મોટી ફેકટરીઓમાં થઇ રહી છે. દૂધ, મરચુ, હળદર, જીરૂ વગેરે મોટા પાયે આવું થતું હોય ત્યારે સમજી શકાય કે આ બધું કોની દયા માયાથી થઇ રહ્યું છે.

હાલમાં જ કફસીરપમાં કાંઇક એવું તત્વ આવ્યું જેનાથી હુના અહેવાલ મુજબ બાળકોના અવસાન થયા. જે દવા ભારતમાં બનાવવામાં આવેલ. હદ તો ત્યારે થઇ રહી છે કે પીવાના નદીના પાણીમાં પણ કેમિકલયુકત પાણી નિર્દય રીતે નાખવાથી  પાણી લીલું થવું તથા ફેદરવાળુ થવું અને તેજ પાણી પ્રાણીઓ તથા ગામડાના લોકો ઉપયોગમાં લે છે. જળચર પણ આવા પાણીથી રોગ ફેલાવો કરે છે. હવા પણ હવે કયાં શુધ્ધ મળે છે?! મોટા કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધુમાડા સાથે નાની કપચી ફેફસામાં જાય છે.

આવી ઔદ્યોગીક ચીમનીના આવા ધુમાડાથી આજુબાજુના ખેતરોમાં પાક તો થઇ શકતો નથી પણ લીલા વૃક્ષો પણ સુકાઇ જવા લાગ્યા ત્યાં માનવ જીવનની શી વિસાત?! સુરતની મેટ્રો ટ્રેઇનની મોંકાણથી સુરતી પરિચિત છે. જુની ઐતિહાસિક ઇમારતનો ભોગ લેવાઇ રહ્યો છે. વિકાસ કરવો છે ને? ભવિષ્યમાં સુરતના હાલબેહાલ થવાની સંભાવના છે. બુલેટ ટ્રેઇન માટે સંપાદન, વધારામાં હાલમાં બીજો નેશનલ હાઇવે બની રહ્યો છે તે માટે જમીન સંપાદન. મતલબજમીન અને ઝાડનું નિકંદન તો ભવિષ્યમાં ખોરાક, શુધ્ધ પાણી, શુધ્ધ હવા વિના કેમ જીવશે?!
અમરોલી          – બળવંત ટેલર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top