SURAT

સુરત: ‘ટેરેસ પર એક ગેમ ખેલતે હૈ’ કહીને બાળકીને બળજબરી ઉંચકી જઈ માર મારી ગંદી રીતે છેડતી કરી

સુરત: લિંબાયત ખાતે ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી ઘરની નીચે પેન્સિલ લેવા ગઈ ત્યારે એક છોકરાએ તેને ‘ગેમ ખેલતે હૈ’, કહીને ઉંચકીને ટેરેસ (Terrace) પર લઈ જઈ છેડતી (Extortion) કરી હતી. બાળકી દોડીને ઘરે ભાગી આવી હતી અને પરિવારને જાણ કરતાં તેના પિતાએ તેની શોધખોળ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં છોકરો ભાગી ગયો હતો. બે દિવસ પહેલા આ છોકરાને જોઈને બાળકી ઓળખી ગઈ અને પિતાને બતાવ્યો હતો. જોકે ત્યારે પણ તે ભાગી ગયો પરંતુ તેના નામની ઓળખ થતા લિંબાયત પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોડી સાંજે આરોપીને ઝડપી લીધો હતો.

લિંબાયત ખાતે રહેતો અને વાઈડીંગ મશીન ચલાવતા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેની 8 વર્ષની દિકરીની છેડતી કરનાર સમીર પંમડી (રહે, મારૂતિનગર, લિંબાયત) ની સામે ફરિયાદ નોંધાવી છે. તેમની 8 વર્ષની મોટી દિકરી ધોરણ 3 માં અભ્યાસ કરે છે. બાળકી ગત 23 જુલાઈએ રાત્રે તેના ઘરની નીચે આવેલી કરિયાણાની દુકાને પેન્સિલ લેવા માટે ગઈ હતી. અને ત્યાંથી આવી ત્યારે રડતી રડતી ઘરે આવી હતી.

બાળકીને તેના માતા-પિતાએ શું થયું તે અંગે પુછતા જાણવા મળ્યું હતું કે, બાળકી પેન્સિલ લેવા ગઈ ત્યારે એક છોકરાએ ‘ઇધર આ જા ઓર સામને દાદર કે પાસ જા’ એમ કહીને મોકલી હતી. બાળકીને કોઈ સામાન લેવા મોકલી હોવાનું લાગતા તે દાદર પાસે ગઈ હતી. ત્યાં બાળકીની પાછળ આવીને પાછળથી પકડી લીધી અને ‘ટેરેસ પર ચલ એક ગેમ ખેલતે હૈ’ તેમ કહ્યું હતું. બાળકીએ ના પાડી તો ખેંચીને ટેરેસ પર લઈ જઈ તેને માર મારી તેની છેડતી કરી હતી. અને તેનું લીંગ બતાવી બાળકી સાથે ગંદી હરકતો કરતો હતો. દરમિયાન બાળકી ત્યાંથી ભાગવામાં સફળ રહેતા સીધી ઘરે રડતી- રડતી આવી અને તેના પરિવારને જાણ કરી હતી.

બાદમાં તેના પિતા ટેરેસ પર લઈને ગયા પણ કોઈ મળ્યું નહોતું. બે દિવસ પહેલા આ છોકરાને જોઈને બાળકીએ ડરીને તેના પિતાને કહ્યું કે આ એ જ છોકરો છે જેને તેની સાથે ગંદી હરકત કરી હતી. જોકે તે ભાગી છુટ્યો હતો પરંતુ તેની પુછપરછ કરતા નામ જાણી શકાયું હતું. અને બાદમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top