SURAT

ફેફસામાં દૂધ જવાથી સુરતનાં પાંડેસરાની ત્રણ મહિનાની બાળકીનું મોત

સુરત : ત્રણ મહિના પહેલા ઘરમાં પહેલી દીકરીએ જન્મ લીધો હતો. જેની ખુશી માતમમાં છવાઇ ગઇ હતી. ફેફસામાં (Lungs) દૂધ (Milk) જતાં પાંડેસરામાં બાળકીનું મોત (Death) નિપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ બિહારના વતની અને પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલા પુનિત નગરમાં રિતેશ યાદવ પરિવાર સાથે રહે છે. રિતેશભાઈ લગ્ન પ્રસંગમાં વેઇટરનું કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતા હતા. રિતેશભાઈના લગ્નને દોઢ વર્ષનો સમયગાળો વીત્યા બાદ ત્રણ મહિના પહેલા ઘરમાં અનારા નામની દીકરીનો જન્મ થયો હતો. અનારા પરિવાર માટે પહેલી દીકરી હોવાથી ખુશીનો માહોલ જામ્યો હતો. જે આજરોજ માતમમાં છવાઇ ગયો હતો.

  • પરિવારમાં પહેલી જ દીકરીએ જન્મ લીધો અને મોત નીપજતાં ગમગીની છવાઇ ગઇ
  • રવિવારે સવારે અનારાની તબિયત ખરાબ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા

રવિવારે સવારે અનારાની તબિયત ખરાબ થતાં પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ અનારાને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. અનારાના ફેફસામાં દૂધ જવાથી તેનુ મોત નિપજ્યું હોવાનું તેના પિતા રિતેશભાઈએ જણાવ્યું હતું. અનારાના મોતથી પરિવારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

શરદી-ખાંસી બાદ ઝાડા થતાં આઠ મહિનાના બાળકનું મોત
સુરત: ત્રણ દિવસ શરદી ખાંસી રહ્યા બાદ રવિવારે ઝાડા થતાં વેડરોડના આઠ મહિનાના બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તપ્રદેશના વતની અને રહેમત નગર પંડોલ વેડરોડમાં પરિવાર સાથે રહેતા મહેશ નિષાદ એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહેશભાઈને ત્રણ સંતાનો છે જેમાં આઠ મહિનાના સૌથી નાના બાળક આદિત્યને ત્રણ દિવસ શરદી ખાસી રહ્યાં બાદ રવિવારે ઝાડા થતાં શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આદિત્યના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Most Popular

To Top