Gujarat

VIDEO: આણંદના સારોલમાં તળાવ ફાટતાં 60થી વધુ વિદ્યાર્થી શાળામાં ફસાયા, દોરડાની મદદથી બચાવ્યા

આણંદ: રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદે (Rain) તારાજી સર્જી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય છે. આણંદ (Anand) જિલ્લાના બોરસદના (Boarsad) સારોલ (Sarol) ગામમાં ઉપપવાસ વરસાદના કારણે તળાવમાં (Lake) પૂર આવ્યું હોવાની ઘટના સામે આવે છે. એક માહિતી અનુસાર તળાવમાં અચાનક જ પાણીનું લેવલ વધી જતાં તળાવનો પ્રવાહ તેનો માર્ગ બદલી ગામ તરફ વળ્યું હતું. તળાવનું ધસમસતું પાણી માર્ગ બદલીને શાળાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. ધસમસતું પાણી એકાએક શાળાની નજીકથી પસાર થતાં શાળામાં હાજર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગભરાઈ ગયા હતા. શાળાના મુખ્ય માર્ગ પર ધસમસતું પાણી ઝડપથી વધી રહ્યું હતું. જોત જોતામાં આ પાણીનો પ્રવાહ ઝડપી બની ગયો હતો. અને શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કઈ સમજે તે પહેલા જ પાણીએ શાળાને ઘેરી લીધું હતું. શાળાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમાન પાણી ભરાય જતા વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. બહાર નીકળવાનો કોઈ અન્ય માર્ગ ન હોવાના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળામાં જ ફસાઈ ગયા હતા.

શાળાનાં મુખ્યમાર્ગ પર પાણીનો વેગ વધી જતા સ્થાનિકો ઝડપથી દોડી આવી ગયા હતા. સ્થાનિકોએ આ અંગે તંત્રને જાણ કરી હતી. પરંતુ તંત્ર આવે તે પહેલા જ સ્થાનિકોએ સમય વેડફ્યા વગર જ હિંમતભેર શાળાના વિદ્યાર્થીઓને બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકોએ ઝડપથી દોરડાની મદદથી શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શાળામાં લગભગ 60થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર હતા. સ્થાનિકોએ શિક્ષકો સહિત વિદ્યાર્થીઓનું રેસ્કયુ કર્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હવામાન વિભાગે આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાય ગયા હતા. આણંદ જિલ્લામાં ગઈકાલે સાંજે 4થી 6ના સમય દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આણંદ જિલ્લાના વિદ્યાનગર, મોગરી, નાપાડ, નાવલી, કરમસદ, વલાસણ સહિત અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જેના કારણે વાહનચાલકો અટવાયા હતા.

Most Popular

To Top