SURAT

સુરત: મહિલાઓના કપડાં સીવતા સીવતા લેડિઝ ટેલર વિકૃત થઈ ગયો, વિડીયો કોલ કરતો અને…

સુરત: સુરતમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં એક યુવતીને કોઈ અજાણ્યાએ વિડીયો કોલ કર્યો અને ત્યાર બાદ તે નગ્ન થઈ ગયો હતો. યુવતીએ ફરિયાદ કરતા સુરતની સાયબર પોલીસે તે અજાણ્યા શખ્સને પકડ્યો હતો. પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. ખરેખર તે યુવક નવસારીનો લેડિઝ ટેલર હતો. મહિલાઓના કપડાં સીવતા સીવતા તે વિકૃત થઈ ગયો અને પોતાની વિકૃતિ સંતોષવા માટે તેને જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો. જોકે, તેનો પ્લાન સક્સેસ થાય તે પહેલાં જ તેનો ભાંડો ફૂટી ગયો હતો. ઉમરવાડા ખાતે રહેતી યુવતીના ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી પરથી વિડીયો કોલ કરી નગ્ન થઈ જતા નવસારીના લેડીઝ ટેલર સામે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

  • નવસારીનો ઈબ્રાહીમ લેડિઝ ટેલર છે, એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરતી મહિલાને ફેક આઈડીથી વિડીયો કોલ કર્યો હતો
  • ઉમરવાડાની આ યુવતીએ ફરિયાદ દાખલ કરતા ઈબ્રાહીમની ધરપકડ કરાઈ, 20 થી વધારે યુવતીના ફેક આઈડી મળી આવ્યા

જુની બોમ્બે માર્કેટની પાછળ ઉમરવાડા ખાતે રહેતી 21 વર્ષીય પ્રાચી (નામ બદલ્યું છે) એમ્બ્રોડરી કારખાનામાં કામ કરે છે. ગત 13 નવેમ્બર 2022 ના રોજ પ્રાચીના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર કોઈ અજાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી રીકવેસ્ટ આવી હતી. જેમાં ચેક કરતા પ્રોફાઈલમાં પ્રાચીનો જ ફોટો મુકેલો હતો. પ્રાચીએ હાઈ નો મેસેજ કરીને કોણ છો તેમ પુછતા કોઈ રિપ્લાય આપ્યો નહોતો. ત્યારબાદ આ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વિડીયો કોલ આવ્યો હતો. પ્રાચીએ કોલ ઉપાડતા અજાણ્યા વ્યક્તિએ નગ્ન થઈ ગયો હતો. જેથી પ્રાચીએ વિડીયો કટ કરી દીધો હતો.

બાદમાં આ ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ બદલી નાખ્યું હતું. પ્રાચીએ અજાણ્યાની સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ઇબ્રાહીમ હારૂન ઇબ્રાહિમ ટાઈ (ઉ.વ.21, રહે.ભક્તિનગર, નૂર મસ્જીદની સામે, વિજલપુર, નવસારી) ની ધરપકડ કરાઈ હતી. આરોપી લેડીઝ ટેલર છે. મહિલાઓના કપડા બનાવતા બનાવતા વિકૃતિ આવી જતા તેને 20 થી વધારે યુવતીઓના ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યા હતા. અને તેમને વિડીયો કોલ કરીને નગ્ન થઈ જતો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top