Sports

હોંગકોંગ સામેની મેચમાં એવું શું થયું કે ચાહકો કે.એલ. રાહુલને ટ્રોલ કરવા માંડ્યા

નવી દિલ્હી: ઈજામાંથી સાજો થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) ઓપનર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલનું (KLRahul) ફોર્મ ચિંતા ઉપજાવી રહ્યું છે, ત્યારે હોંગકોંગ (HongKong) સામેની મેચમાં કંઈક એવું થયું કે ચાહકો કે.એલ. રાહુલને સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રોલ (Troll) કરવા માંડ્યા છે. ચાહકોની સાથે નિષ્ણાત દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટરો પણ રાહુલથી નારાજ થયા છે.

દુબઈ ખાતે બુધવારે હોંગકોંગ સામે રમાયેલી મેચ ભારતીય ક્રિકેટ ટીમે 40 રનથી જીતી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલીએ અર્ધસદી ફટકારી હતી. 194 દિવસ બાદ વિરાટ કોહલીના બેટમાંથી અર્ધસદી નીકળી છે. જોકે, આ મેચનો હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. ત્યારે બીજી તરફ કે.એલ. રાહુલ આ મેચનો વિલેન તરીકે ઉપસીને બહાર આવ્યો છે. એકતરફ જ્યાં સૂર્યકુમાર યાદવે ઝડપી રમત દાખવી હતી ત્યારે ફાસ્ટ ફોર્મેટની આ રમતમાં કે.એલ. રાહુલની ધીમી ગતિની બેટિંગે એક્સપર્ટ અને ચાહકોને નારાજ કર્યા હતા. હોંગકોંગ સામેની મેચમાં ઓપનિંગમાં બેટિંગ કરવા ઉતરેલા કે.એલ. રાહુલે 39 બોલમાં માત્ર 36 રન બનાવ્યા હતા. રાહુલ ખૂબ જ સાવચેતીપૂર્વક રમી રહ્યો હતો.

આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 92.31નો રહ્યો હતો. જે ખૂબ જ ઓછો હતો. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે કે.એલ. રાહુલની આવી રમતના લીધે ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકો વિવિધ પ્રકારના મીમ્સ બનાવી રહ્યાં છે. કે.એલ. રાહુલને ટ્રોલ કરતા યુઝર્સે લખ્યું કે આ ટી-20 મેચ છે, ટેસ્ટ નહીં. એક યુઝરે લખ્યું કે કેએલ રાહુલ સ્વાર્થી ખેલાડી છે. અન્ય યુઝરે લખ્યું કે કોઈ વ્યક્તિ શીખી રહ્યા છે કે ટેલેન્ટને કેવી રીતે વેડફાય? માત્ર ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ નિષ્ણાતો પણ રાહુલના અભિગમથી ખૂબ નારાજ થયા છે. ધીમી ઈનિંગ માટે તેની ખૂબ ટીકા થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તે પાકિસ્તાન સામેની મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો. હોંગકોંગ સામે એશિયા કપની બીજી મેચમાં તેના બેટમાંથી રન નીકળ્યા હતા, પરંતુ તે ટી20 મેચ રમી રહ્યો હોય તેવું લાગતું ન હતું. હવે તેની આ ધીમી બેટિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.

રાહુલને ટીમમાંથી કાઢી મુકીએ, એવું બોલી સૂર્યકુમાર યાદવ ખડખડાટ હસવા લાગ્યો
કેએલ રાહુલની આ ઈનિંગ બાદ તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે. ચાહકોએ તેને ટીમમાંથી બહાર કરવાની વાત શરૂ કરી દીધી છે. દરમિયાન, મેચ જીત્યા બાદ જ્યારે સૂર્યકુમાર પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી રહ્યા હતા, ત્યારે પણ એક પત્રકારે રાહુલને બાકાત રાખવા અંગે પૂછ્યું. આ પ્રશ્ન સાંભળીને સૂર્યકુમાર જોરથી હસવા લાગ્યા. તેણે હસીને કહ્યું, ‘… તો તમે કહો છો કે કેએલ રાહુલને રમાડવો જોઈએ નહીં.’ આટલું કહીને સૂર્યકુમાર યાદવ જોરથી હસવા લાગ્યો. આ પછી તેણે આગળ કહ્યું, ‘જુઓ, હું માનું છું અને બધા જાણે છે કે તે ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. તેમને સ્થિતિ સમજવા માટે પણ સમય જોઈએ છે.

Most Popular

To Top