World

ગર્ભવતી ભારતીય મહિલાનું મોત થતા પોર્ટુગલનાં સ્વાસ્થ્ય મંત્રીનું રાજીનામું

પોર્ટુગલ: પોર્ટુગલ(Portugal)માં ભારતીય મહિલા(Indian Woman)ના મોત(Death) ને લઈને હોબાળો મચી ગયો છે. આટલું જ નહીં મહિલાના મૃત્યુને કારણે આરોગ્ય મંત્રી(Health Minister) ડો. માર્ટા ટેમિડો(Dr. Marta Tamido)એ પણ પોતાનું પદ ગુમાવ્યું(Resign) છે. પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં એક હૉસ્પિટલ(Hospital)થી બીજી હૉસ્પિટલ જતાં રસ્તામાં એક ભારતીય મહિલા પ્રવાસીનું હાર્ટ એટેક(Heart Attack)થી મૃત્યુ થયું હતું.

આ હતી સમગ્ર ઘટના
એક સગર્ભા ભારતીય મહિલા મુલાકાત માટે પોર્ટુગલ ગઈ હતી. મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં ગઈ હતી, પરંતુ પોર્ટુગલની સૌથી મોટી હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં તેને જગ્યા મળી ન હતી. જેના કારણે તેને બીજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં એક મહિલાને જ્યારે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે ભારતીય મહિલા પ્રવાસીનું મોત થયું હતું. જોકે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પોર્ટુગીઝ મીડિયાના અહેવાલો અનુસાર, સગર્ભા ભારતીય મહિલાને રાજધાની લિસ્બનની સાન્ટા મારિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાંના પ્રસૂતિ વોર્ડમાં બેડના અભાવને કારણે તેને દાખલ કરવામાં આવી ન હતી. નોંધપાત્ર રીતે, સાંતા મારિયા હોસ્પિટલને દેશની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે. હાલ મહિલાના મોત મામલે વહીવટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર હોબાળો
મહિલાના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. આ માટે લોકો પોર્ટુગીઝ સરકારની ટીકા કરી રહ્યા છે. આ બધાના કારણે દબાણમાં આવી ગયેલી સરકારે આરોગ્ય મંત્રી ડો. માર્ટા ટેમિડો પાસેથી રાજીનામું લઈ લીધું છે. તમને જણાવી દઈએ કે ડૉ. માર્ટા ટેમિડો 2018થી દેશના સ્વાસ્થ્ય મંત્રી હતા. દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરવાનો શ્રેય તેમને જાય છે.

ભારતીય મહિલાના મોતના મામલે તપાસના આદેશ
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ગર્ભવતી પ્રવાસીને લિસ્બનની સાંતા મારિયા હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દેશની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલના મેટરનિટી યુનિટમાં બેડ ખાલી ન હતા. આ પછી મહિલાને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું. જો કે મહિલાએ એક સ્વસ્થ બાળકને પણ જન્મ આપ્યો હતો. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્યાં આ પ્રકારનો આ પહેલો કેસ નથી. છેલ્લા કેટલાક સમયથી એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ડોકટરો અને આરોગ્ય તંત્રના અભાવે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.

તેઓ આરોગ્ય મંત્રી બનવા લાયક નહી: સરકાર
પોર્ટુગીઝ સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ટેમિડોએ હવે સમજી લેવું જોઈએ કે તેઓ હવે સ્વાસ્થ્ય મંત્રી બનવા યોગ્ય નથી.પોર્ટુગલની એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે મહિલાના મૃત્યુ પછી જ તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. મેટરનિટી યુનિટમાં સ્ટાફની અછતના કારણે સરકારને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સગર્ભા મહિલાઓએ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવું પડે છે.

Most Popular

To Top