Dakshin Gujarat

કામરેજમાં ફાર્મ હાઉસમાં દારૂ ઉતારતી વેળાએ જ પોલીસ ત્રાટકી

કામરેજ: કામરેજના (Kamrej) સેવણી ગામે ફાર્મ હાઉસમાં (Farm House) વિદેશી દારૂનો (Alcohol) મોટો જથ્થો ઉતારીને સગેવગે કરવા જતાં પોલીસ (Police) ત્રાટકી હતી. વિદેશી દારૂ તથા બિયરના જથ્થાની કુલ બોટલ નંગ-16284 કિંમત રૂ.24,50,400 તેમજ મહિન્દ્ર પિકઅપ, કાર, મોટરસાઈકલ, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.32,76,400નો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.

મંગળવારે કામરેજ પોલીસમથકના પીઆઈ એમ.એમ.ગીલાતરને સ્ટાફ સાથે રાત્રિના પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, સેવણી ગામની સીમમાં સેવણીથી ઓરણા જતા નહેરની બાજુમાં આવેલા બ્લોક નં.266 વાળા ફાર્મમાં રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી તેના માણસો દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરી રહ્યો છે. આ બાતમીના આધારે રેડ કરતાં ત્રણ ઈસમ મુસ્તાક હારૂન વારૈયા, જનક જેરામ ડાભી તેમજ બ્રિજેશસિંગ તેજપાલસિંગ ભદોરિયાને પકડી તપાસ કરતાં વિદેશી દારૂ કિંમત રૂ.24,50,400 તેમજ ત્રણ મોબાઈલ કિંમત રૂ.11,000, મહિન્દ્વા પિકઅપ કિં.રૂ.3,00,000, આઈ-20 કાર કિં.રૂ.5,00,000 મળી કુલ રૂ.32,76,400નો મુદ્દામાલ પકડી પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતાં જથ્થો મંગાવનાર રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી ઘનશ્યામ પટેલ આઈ-20માં સવાર સુરેશ મારવાડી તથા સાથે આવેલો એક ઈસમ, દારૂનો જથ્થો ઉતારી જનાર ઈસમ તેમજ પિકઅપના ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસમાં પકડાયેલો મુસ્તાક ભાવનગરમાં દારૂ, મારામારીના અલગ અલગ ગુનામાં અગાઉ પણ પકડાઈ હતો.

વાપીથી ટેમ્પોમાં અંકલેશ્વર લઈ જવાતો 8.80 લાખનો દારૂ ઝડપાયો
વાપી : વાપીના કોપરલી ચાર રસ્તા પાસે એલસીબીની ટીમે એક ટાટા ટેમ્પોમાં ખાખી પુઠાના બોક્સની અંદર દમણીયા બનાવટના દારૂ લઇ જવાતો ઝડપી પાડ્યો હતો. દમણથી અંકલેશ્વર લઇ જવાતો ૧૭૫ બોક્સની અંદર ૪૭૪૦ બોટલ વ્હીસ્કી, બિયર જેની કિંમત ૮,૮૦,૮૦૦ બતાવવામાં આવી છે તે પોલીસે ઝડપી પાડી ટેમ્પો ડ્રાઇવરની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કોપરલી ચાર રસ્તા પર ટ્રાફિક જામ કરીને સફેદ કલરના ટાટા ટેમ્પોને રોકી તેના ડ્રાઇવરને ઝડપી લઇ તપાસ કરતા વિદેશી બનાવટના દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. ટેમ્પો ડ્રાઇવર અરુણ શોભાસિંગ રાઠોડ જે વાપીના કંચનજંગા ધવલગીરી એપાર્ટમેન્ટમાં રહે છે. મૂળ યુપીનો રહેવાસી દમણમાં કોસ્ટલ હાઇવ પોલીકેપ કંપનીની સામે રોડ ઉપરથી ટેમ્પો લઇને નીકળ્યો હતો. તેના કહેવા પ્રમાણે તેનો મિત્ર ઉમેશ રાઠોડ અને તે ઘણા સમયથી દારૂ ભરેલા ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. ગુરુવારે પણ ઉમેશ દ્વારા આ ટેમ્પો અંકલેશ્વરમાં વર્ષાહોટલની સામે પાર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ટેમ્પો સંજીવ ઉર્ફે સંજુ જયસ્વાલ અને વિકાસ જસ્વાલ દ્વારા ભરાવવામાં આવ્યો હતો. પોલીસે વાપી ટાઉન પોલીસમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી ડ્રાઇવર અરુણ રાઠોડને અટકમાં લઇ બાકીના ત્રણ આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top