Sports

IPL 2023: 10 ટીમોની યાદી તૈયાર, KKRના સૌથી વધુ 16, MIમાંથી 13, SRHમાંથી 12 ખેલાડી બહાર

IPL 2023ની તૈયારીઓ ચાલી રહી છે. આઈપીએલ (IPL)ની તમામ દસ ટીમોએ પોતપોતાની યાદી (List) તૈયાર કરી છે. તમામ ટીમોએ IPL 2023 માટે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ પછી, 23 ડિસેમ્બરે કોચીમાં યોજાનારી મીની હરાજીમાં (Auction) બધી ટીમો તેમની જરૂરિયાતો અનુસાર ખેલાડીઓ (Players) ખરીદશે અને સંપૂર્ણ ટીમ બનાવશે. દરેક ફ્રેન્ચાઈઝીને (Franchise) જાળવી રાખેલા ખેલાડીઓની યાદી બહાર પાડતા પહેલા ટ્રેડિંગ વિન્ડો દ્વારા ખેલાડીઓની આપ-લે કરવાની તક પણ હતી. આ દરમિયાન કોલકાતાની ટીમ (Team) સૌથી વધુ સક્રિય રહી હતી. કોલકાતાએ ગુજરાત ટાઇટન્સમાંથી લોકી ફર્ગ્યુસન અને રહેમાનુલ્લા ગુરબાઝને ખરીદ્યા અને દિલ્હી કેપિટલ્સમાંથી શાર્દુલ ઠાકુરને સામેલ કર્યા. આ પછી તમામ ટીમોએ કેટલાક ખેલાડીઓને મુક્ત કર્યા છે. કોલકાતાની ટીમે સૌથી વધુ 16 ખેલાડીઓને બહાર કર્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે 16 ખેલાડીઓને બહાર કર્યા છે. તે જ સમયે ટીમે ટ્રેડ વિન્ડો દ્વારા ટીમમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. જેમાં લોકી ફર્ગ્યુસન, રહેમાનુલ્લા ગુરબાઝ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે. તે જ સમયે રિલીઝ થયેલા ખેલાડીઓમાં પેટ કમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરુણારત્ને, એરોન ફિન્ચ, એલેક્સ હેલ્સ, અભિજીત તોમર, અજિંક્ય રહાણે, અશોક શર્મા, બાબા ઈન્દ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રસિક સલામ અને શેલ્ડન જેક્સન સામેલ છે.

મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિદેશી ખેલાડીઓ સહિત 13 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં અનમોલપ્રીત સિંહ, આર્યન જુયલ, બેસિલ થમ્પી, ડેનિયલ સેમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, કિરોન પોલાર્ડ, મયંક માર્કંડે, મુરુગન અશ્વિન, રાહુલ બુદ્ધી, રાઈલી મેરેડિથ, સંજય યાદવ અને ટિમલ મિલ્સનો સમાવેશ થાય છે. તેના પર્સમાં 20.55 કરોડની રકમ બાકી છે અને નવ સ્લોટ ખાલી છે.

પંજાબે નવ ખેલાડીઓને બહાર કર્યા છે. તેમાં ગયા વર્ષે કેપ્ટન રહેલા મયંક અગ્રવાલ, ઓડિયન સ્મિથ, વૈભવ અરોરા, બેની હોવેલ, ઈશાન પોરેલ, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા, રિતિક ચેટર્જીનો સમાવેશ થાય છે. આ વર્ષે શિખર ધવન પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. પંજાબે ટ્રેવર બેલિસને તેના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

ચેન્નાઈએ આઠ ખેલાડીઓને મુક્ત કર્યા છે. જેમાં ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, એડમ મિલ્ને, હરિ નિશાંત, ક્રિસ જોર્ડન, ભગત વર્મા, કેએમ આસિફ, નારાયણ જગદીશનનો સમાવેશ થાય છે. જાડેજાને જાળવી રાખવામાં આવ્યો છે અને તે ફરી એકવાર ચેન્નાઈની જર્સીમાં જોવા મળશે. જાડેજા ચેન્નાઈ છોડી શકે છે તેવી તમામ અટકળોને તેણે ફગાવી દીધી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે 12 ખેલાડીઓને બહાર કર્યા છે. જેમાં કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરનનો સમાવેશ થાય છે. હૈદરાબાદ દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓમાં કેન વિલિયમસન, નિકોલસ પૂરન, જગદીશ સુચિત, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, સીન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદ શામેલ છે.

ગત વખતની રનર્સ અપ રાજસ્થાન રોયલ્સે નવ ખેલાડીઓને બહાર કર્યા છે. જેમાં અનુનય સિંહ, કોર્બીન બોશ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, કરુણ નાયર, નાથન કુલ્ટર-નાઈલ, રાસી વેન ડેર ડ્યુસેન, શુભમ ગઢવાલ, તેજસ બરોકાનો સમાવેશ થાય છે.

જાણો કઈ ટીમના કયા ખેલાડીઓને જાળવી રખાયા

સનરાઇઝ હૈદરાબાદ
વર્તમાન ટીમઃ અબ્દુલ સમદ, એડન માર્કરમ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જોન્સન, વોશિંગ્ટન સુંદર, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક.

મુંબઈ ઈન્ડિયન્સ
વર્તમાન ટીમ (રિટેન કરાયેલા ખેલાડીઓ): રોહિત શર્મા (કેપ્ટન), ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, જસપ્રિત બુમરાહ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, હૃતિક શોકીન, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વર્તમાન ટીમ: ફાફ ડુપ્લેસીસ (સી), વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વનિન્દુ હસરંગા, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહીપાલ લોમરોર, મોહમ્મદ સીરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, આકાશ દીપ.

લખનૌ સુપર જાયન્ટ્સ
વર્તમાન ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), આયુષ બદોની, કરણ શર્મા, મનન વોહરા, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનીસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડા, કાયલ મેયર્સ, ક્રુણાલ પંડ્યા, અવેશ ખાન, મોહસીન ખાન, માર્ક વુડ, મયંક યાદવ, રવિ. બિશ્નોઈ

ગુજરાત ટાઇટન્સ
વર્તમાન ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નાલકંડે, જયંત યાદવ , આર સાઈ કિશોર , નૂર અહેમદ.

કોલકાતા નાઈટ રાઈડર્સ
વર્તમાન ટીમઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતીશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ.

પંજાબ કિંગ્સ
વર્તમાન ટીમઃ શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ ટેડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગીસો રબાડા, રાહુલ ચાહર હરપ્રીત બ્રાર.

ચેન્નાઈ સુપર કિંગ્સ
વર્તમાન ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડ્વેન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હેંગારગેકર, ડિવાઈન પ્રોટિયસ, મિશેલ સેન્ટનર, રવીન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, મતિશા પથિરાના, સિમરજીત સિંહ, દીપક ચાહર, પ્રશાંત સોલંકી, મહિષ તિક્ષા

દિલ્હી કેપિટલ્સ
વર્તમાન ટીમઃ ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, યશ ધુલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિક નોખિયા, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ, લુંગી એનગિડી , મુસ્તફિઝુર રહેમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ

રાજસ્થાન રોયલ્સ
વર્તમાન ટીમઃ સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિમરન હેટમાયર, દેવદત્ત પડિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રશાંત ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝર્વ ચૌહાલ. , કે.સી.કરીઅપ્પા.

Most Popular

To Top