Dakshin Gujarat

સેલવાસથી ટ્રકમાં ભરીને રાજકોટ લઇ જવાતો દારૂનો જથ્થો ભીલાડથી પાસેથી પકડાયો

ઉમરગામ : સેલવાસથી રાજકોટ (Rajkot) દારૂનો (Alcohol) જથ્થો ભરીને જતી ટ્રક વલસાડ (Valsad) એલસીબી પોલીસે (Police) ભીલાડથી પકડી પાડી હતી અને રૂપિયા 4.66 લાખનો દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 9.72 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની (Driver) અટક કરી છે.

પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વલસાડ એલસીબી પોલીસને વાતમી મળી હતી કે બુધવારે સેલવાસથી દારૂ ભરીને એક ટ્રક પસાર થવાની છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી ભિલાડ નરોલી ઓવરબ્રિજ નીચે પોલીસના માણસો રાહ જોઈને બેઠા હતા. તે દરમિયાન જીજે -12 ઝેડ-0799 નંબરની ટ્રક આવતા તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂની વ્હીસ્કી બિયરના બોક્સ 82 બાટલી નંગ 1068 કુલ કિંમત રૂપિયા 4,66,800 નો મુદ્દામાલ મળી આવતા ટ્રક ડ્રાઈવર ફારુક ઈકબાલ પરમાર (રહે રાજકોટ દૂધ સાગર રોડ એચપી પેટ્રોલ પંપની પાછળ ગુજરાત હાઉસિંગ બોર્ડ, મૂળ રહે ચોટીલા)ની અટક કરી હતી. જ્યારે જથ્થો મંગાવનાર હનીફ પરમાર (રહે નીલકંઠ પાર્ક, તાલુકો જીલ્લો રાજકોટ) તથા માલ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અ.હેડ.કો મહેન્દ્રભાઈ ગામીત એલસીબી પોલીસ વલસાડે આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દમણના દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની પેરવી
દમણ : સંઘપ્રદેશ દમણ એક્સાઇઝ વિભાગને 13 નવેમ્બરના રોજ મોડી રાત્રે એક ખાનગી બાતમી મળી હતી કે, દમણના કેડૈયા દરિયા કિનારે એક વહાણમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જે બાતમી મળતા એકસાઇઝ વિભાગે જગ્યા પર પહોંચી કિનારે લંગારેલી 5 બોટની તપાસ હાથ ધરી હતી. જે બોટ ખાલી નીકળતા ટીમે આસપાસના વિસ્તારમાં તપાસ કરતા રાત્રે 12:30 કલાકે એક બોટ નદીની વચ્ચે જોવા મળી હતી. પરંતુ નદીમાં પાણી ઓછું હોવાને લઈ બીજી બોટ મારફતે ત્યાં પહોંચી નહીં શકતા વિભાગની ટીમના કર્મચારી સુનીલ ધોડિયાએ પાણીમાં છલાંગ લગાવી બોટ પાસે પહોંચ્યો હતો. જેને જોતા બોટ પર સવાર 3 લોકો પાણીમાં કૂદી ગુજરાતના કોલક તરફ તરતા ભાગી છૂટ્યા હતા. આખરે બોટની તપાસ કરતા અંદરથી 8040 બોટલ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જ્યાં વિભાગે તમામ દારૂનો જથ્થો જપ્ત કરી એકસાઈઝ વિભાગના અધિનિયમની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top