Science & Technology

આજે સૂર્યગ્રહણ: શનિચરી અમાસની રાતે થનારું આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય, પરંતુ..

નવી દિલ્લી: સૂર્યગ્રહણ (Sun Eclipse) એક ખગોળીય ઘટના છે, તેની સાથે જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) પણ તેનું ઘણું મહત્વ છે. આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલની મધ્ય રાત્રિએ લાગશે. જે શનિચરી અમાવસ્યાની રાત્રિએ જોવા મળશે. જ્યારે બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે થશે. નાસાના જણાવ્યા મુજબ 30 એપ્રિલના ગ્રહણ દરમિયાન સૂર્યની 64 ટકા છબી ચંદ્ર દ્વારા અવરોધિત થઈ જશે. આંશિક સૂર્યગ્રહણને કારણે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી સંપૂર્ણ સીધી રેખામાં રહેશે નહીં, જેના કારણે સૂર્ય અર્ધચંદ્રાકાર આકારમાં દેખાશે

સૂર્યગ્રહણ શું છે?
જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પરિણામે, ચંદ્ર સૂર્યને આવરી લે છે, તેના કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. આ સમગ્ર ઘટનાને સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યની સામે આવે છે અને સૂર્યના કિરણોને અવરોધે છે. આ એક ખગોળીય ઘટના છે. જ્યારે તમે સૂર્યગ્રહણ જોવામાં આવે ત્યારે તમારી આંખોને બચાવવા માટે નિષ્ણાતો સનગ્લાસ, દૂરબીન વગેરે પહેરવાની ભલામણ કરવામાં આવે છે. જો કે 30 એપ્રિલ 2022ના રોજ થનારું સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે જે ભારતમાં ક્યાંય પણ દેખાશે નહીં.

કયા સમયે દેખાશે સૂર્યગ્રહણ?
વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલની રાત્રે 12:15 વાગ્યેથી શરૂ થશે. જે 1 મઇના રોજ સવારે 4:07 વાગ્યે સુધી રહેશે. તેથી આ સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાકનો રહેશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તે માત્ર દક્ષિણ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગ, પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા અને એટલાન્ટિક ક્ષેત્રમાં દેખાશે.

ગ્રહણનો સૂતક કાળ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા સુતકનો સમયગાળો શરૂ થઇ જાય છે. આ દરમિયાન પૂજાના કાર્યો પર પ્રતિબંધ હોય છે અને ખાવા-પીવા પર પણ અમુક પ્રતિબંધો હોય છે. પરંતુ 30 એપ્રિલે સૂર્યગ્રહણ ભારતમાં ક્યાંય દેખાશે નહીં, તેથી તેનો સુતક લાગશે નહીં. તેમજ ભારતમાં પૂજાપાઠ પણ કાર્યરત રહેશે. એવું માનવામાં આવે છે કે સૂતક ફક્ત તે જ સ્થાનો માટે માનવામાં આવે છે જ્યાં ગ્રહણ દેખાય છે.

વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે?
વર્ષનું બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર, 2022ના રોજ થશે. 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ સાંજે 04:29 થી સાંજે 05:42 સુધી રહેશે. આ સૂર્યગ્રહણ આફ્રિકા ખંડના ઉત્તર-પૂર્વીય ભાગ, એશિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકમાં જોવા મળશે. આ સૂર્યગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં દેખાશે, જેના કારણે દેશમાં સુતક કાળ માન્ય રહેશે.

Most Popular

To Top