National

સારા સમાચારઃ રેલવેએ આ રૂટની 72 ટ્રેનોમાં કોચ વધારવાનો લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા કેટલીક ટ્રેનોમાં કોચની સંખ્યા વધારવાનું નક્કી કરાયું છે. રેલ્વે મંત્રાલય દ્વારા ઉત્તરથી પશ્ચિમ (North to west) તરફ દોડતી 72 ટ્રેનોમાં 81 કોચ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ તે કઈ ટ્રેનો છે જેમાં કોચની સંખ્યા વધવાની છે.

આ ટ્રેનોની લીસ્ટમાં જોધપુરથી દિલ્હી અને દિલ્હીથી જોધપુર જતી ટ્રેન જેનો નંબર 22481/22482 છે તેમાં 2 થર્ડ એસી અને 2 સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ સાથે 1 મે થી 1 જૂન 2022 સુધી વધારો કરવામાં આવી રહ્યો છે. જે કામચલાઉ વધારો હશે. ત્યારબાદ ટ્રેન નંબર 12479/12480 જે જોધપુરથી બાંદ્રા ટર્મિનસ આવતી-જતી ટ્રેન છે. તેમાં પણ 4 મે થી 3જૂન 2022 સુધી અસ્થાયી ધોરણે વધારવામાં આવી રહી છે. જેમાં 2 થર્ડ એસી અને 2 સેકન્ડ સ્લીપર ક્લાસ કોચની સંખ્યા વધારવામાં આવશે.

1 મેથી 1 જૂન સુધી ભિવાની-કાનપુર-ભિવાની જતી ટ્રેનમાં પણ અસ્થાયી ધોરણે વધારો કરવામાં આવી રહ્યો છે. જે ટ્રેનનો નંબર 14724/14723 છે. તેમાં ફર્સ્ટ થર્ડ એસી અને સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે. ટ્રેન નંબર – 22471/22472 વાળી બિકાનેર-દિલ્હી સરાય રોહિલ્લા-બીકાનેરની ટ્રેનમાં 1 મેથી 2 જૂન સુધી કોચની સંખ્યામાં અસ્થાયી રૂપે વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં 2 સેકન્ડ સ્લીપર ક્લાસ કોચની સંખ્યા વધારવામાં આવશે. આ સિવાય બિકાનેરથી દિલ્હી, દિલ્હી સરાય રોહિલ્લાથી ઉદયપુર શહેર, ઉદયપુર શહેરથી ખજુરાહો, અજમેરથી દાદર, ભગત કી કોઠીથી દાદર અને બીજી અન્ય ટ્રેનો જે ઉતરથી પશ્ચિમના રૂટ પર ચાલે છે, તેમાં પણ અસ્થાયી ધોરણે કોચની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

આજ રીતે રેલ્વે મંત્રાલય કામચલાઉ ધોરણે કુલ 36 જોડી ટ્રેનો જે ઉત્તરથી પશ્ચિમ તરફ જતી હશે, તેમાં નોંધપાત્ર રીતે કોચની સંખ્યામાં વધારો કરવા જઇ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય રેલવે મંત્રાલયના આ પગલાથી ઉનાળાની ઋતુમાં દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં મુસાફરી કરતા મુસાફરોને ઘણો ફાયદો થશે.

Most Popular

To Top