Gujarat

જામનગરમાં યુવતીએ નશામાં ધૂત બની રોડ પર ગંદી ગંદી ગાળો બોલી તમાશો કર્યો

જામનગર: ગુજરાતમાં (Gujarat) દરૂબંધી હોવા છતાં બુટલેગરો અને દારૂની (Alcohol) મહેફલી માણતા કેટલાક યુવાનો પકડતા હોય છે. પરંતુ દારૂના નશામાં (Drunk) ધૂત કોઈ યુવતી (Girl) રોડ પર તમાશો (Spectacle) કરે આવી ઘટના મુંબઈ, દિલ્હીમાં બનતી હોય છે. પરંતુ ગુજરાતમાં દારૂ પીયને રોડ પર કોઈ યુવતીએ તમાશો કર્યો હોય તેવું કદાચ પહેલીવાર બન્યું હશે. ગુજરાતના જામનગરમાંથી (Jamnagar) આવી જ એક ઘટના સામે આવી જ્યાં એક યુવતીએ દારૂના નશામાં રોડ પર તમાશો કર્યો હતો. જેનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સાંજે બની હતી. જ્યાં નશામાં ધૂત એક યુવતીએ રોડ પર તમાશો કર્યો હતો. નશામાં યુવતી જોરજોરથી ગાળો બોલાવી લાગી હતી. યુવતીએ ભરપુર ગાળો બોલી હતી જેનો વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ આજુબાજુના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો જોતા જ રહી ગયા હતા. પોલીસ આવે તે પહેલા જ આ યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. યુવતી ક્યાની હતી તે હજી સામે આવ્યું નથી.

આ અગાઉ પણ ટ્ટિટર પર નશામાં ધૂત મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. નશામાં ધૂત મહિલોએ પોલીસ કર્મી સાથે ઝપાઝાપી કરવાનો પ્રયોસ કર્યો હતો. આ સિવાય ટેક્સી ડ્રાઈવર અને ત્યાંથી પસાર થતાં લોકો સાથે પણ તેણે દુર્વ્યવહાર કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયાના આધારે કહી શકાય કે આ ઘટના મહારાષ્ટ્રની હોઈ શકે છે. કારણ કે પોલીસ અધિકારીનો બેજ મહારાષ્ટ્ર પોલીસનો છે અને વીડિયોમાં તેઓની વાતચીત મરાઠીમાં થઈ રહી હતી.

વડોદરામાં યુવકે પોતાની જ માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો, બહેન પર ચપ્પુના ઘા ઝીંક્યા
વડોદરા: કોરોના (Corona) બાદ આર્થિક સંકડામણોનો ભાર મધ્યમવર્ગીય લોકો પર પડ્યો છે .આર્થિક પરિસ્થિતિથી કંટાળીને વ્યક્તિ ન કરવાનું કરી નાખે છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરાથી (Vadodara) સામે આવ્યો છે. વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી વિચલિત કરી દે એવા બનાવો બની રહ્યાં છે. માતાએ પુત્રી પર હુમલો કર્યો હોવાની ઘટના બાદ વડોદરાના ખટંબા ગામમાં યુવકે પોતાની માતા (Mother) અને બહેન (Sister) પર જીવલેણ હુમલો (Attack) કર્યો હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં જ યુવકે પોતાની માતા અને બહેનને ચપ્પુના ઘા માર્યા હતા. માહિતી અનુસાર આ ઘટના બે દિવસ પહેલાની છે. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ (Viral) થઈ રહ્યો છે.

Most Popular

To Top