Vadodara

ગોત્રી અરૂણદીપ કોમ્પલેક્ષમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ

વડોદરા: વડોદરા ગોત્રી વિસ્તારના હરિ નગર રોડ બ્રિજ પાસે આવેલ અણદીપ કોમ્પલેક્ષમાં આવેલા વીજમીટરો માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠતા સંખ્યાબંધ વિસ્તારો આગમાં ભુજાઈ ગયા હતા .આ કોમ્પલેક્સમાં રહીશોના વીજ મીટર કોમ્પલેક્ષના નીચે મીટર બોક્સ આવેલા છે . આ કોમ્પલેક્સમાં સોમવાર ના રોજ  સવારે કોઈ કારણસર વીજ મિટરમાં શોર્ટ સર્કિટ થવાથી વીજમીટર ના વાયરો સળગી ઊઠયા હતા.  મીટરમાં શોર્ટસર્કિટ થયો હતો તેની બાજુમાં આવેલા અન્ય મિટરો પણ સળગી ઉઠતા આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું . અને વીજ મીટરોના બોક્સમાંથી વાયરો સળગવાની ગંધ સાથે ધુમાડો નિકળતા કોમ્પ્લેક્ષમાં એકાએક વીજ પુરવઠો ખોરવાયો હતો .આ બનાવને પગલે કોમ્પલેક્સમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા વડીવાડી નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો આ સાથે જીઇબી નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચતા ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ ના બનાવ માં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Most Popular

To Top