Vadodara

નિઝામપુરા ખાતે ખુલ્લી મૂકેલી ભૂખી કાંસ જોખમી

વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાંથી પસાર થતી ફેન્સીગ વગરની ખુલ્લી ભૂખી કાંસના કારણે ઘણીવાર મુગ પુશું પડવાની ઘટના બની છે. ચોમાસાની ઋતુ ની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે કાંસ ફરતે ફેન્સીંગ ની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોની? મહાનગર પાલિકા માં પોલમ પોલ ચાલી રહ્યું છે.

ચોમાસુ બેસી ગયું છે ત્યારે પ્રી-મોન્સૂજની કામગીરી અધૂરી છે 2 દીવસ ને મેઘ વરસતા કોર્પોરેશન ની પોલ ખુલી ગઈ હતી. તેવી જ રીતે સામાજિક કાર્યકર કલ્પેશ પરમારે કોર્પોરેશન ની પોલમ પોલ સામે લાવ્યા છે. વડોદરા શહેરમાં નિઝામપુરા અતિથિ ગૃહ પાસે  ભુખી કાંસ આવેલી છે. આ સ્લેબ વગરની ખુલ્લી ભુખી કાશ અવાર નવાર મુંગા પશુઓ પડવાની ઘટનાઓ ઘટી ચૂકી છે.પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. આ જોખમી કાંસ સંદર્ભે સ્થાનિક લોકોએ વારંવાર પાલિકાને રજુઆત કરી છે.

જ્યારે ચોમાસુ ની શરૂઆત થઈ છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકા દ્વારા કાશ ની આસપાસ લોખંડની ગ્રીલ ફેન્સીગ  મારવા નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.ફેન્સીગ નો સમાન પણ સ્થળ પર પહોંચી ગયું છે પરંતુ કોર્પોરેશન જાણે કોઈ મોટી દુર્ઘટના ની  રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસા માં વરસાદ પડે ત્યારે કાંસ  પાણીથી ભરપૂર થઈ જશે અને તેમાં કોઈ નાગરિક અથવા પશુ પડવાથી દુર્ઘટના થાય તો તેની માટે જવાબદાર કોણ તેઓ પ્રશ્ન સામાજિક કાર્યકરે ઉઠાવી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે.

જયારે આ વોર્ડએ કોંગ્રેસનો ગઢ ગણાય છે. 4 એ ચાર કોર્પોરેટર કોંગ્રેસમાં છે. વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું હતી કે વારંવાર કોર્પોરેશન માં રજુઆત કરવામાં આવી છે, પેહલા કાસ ની સાફ સફાઈ કરો તેની પર આવેલા જે  દબાણો છૅ તે દૂર કરો અને તંત્ર દ્વારા પેહલા કાસ પર આવેલા દબાણો એ દૂર કરવામાં આવે. રજુઆત કરી એ ત્યારે કહેવામાં આવે છે કે છાણી ખાતે સુએજ પંપિંગ સ્ટેશન બનાવવામાં આવે છે ત્યારબાદ નાગરિકોને તકલીફ નહીં પડે પરંતુ હજુ તો સુએજ પમ્પીગ સ્ટેશન બનતા હજુ ગણો સમય લાગે તેમ છે એના કારણ નાગરિકોને વેઠવાનો વારો આવે છે. જ્યારે સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભૂખી કાંસના ની આસપાસ ની ફેન્સીગ ની કામગીરી ચાલુ જ છે કોઈપણ કામગીરી હજુ સુધી બંધ કરવામાં આવી નથી જલદીમાં જલદી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Most Popular

To Top