Dakshin Gujarat

‘તારો બાપ ક્યાં છે ? તે વ્યાજના પૈસા નહી આપે તો તને મારીને ફેંકી દઇશું’

ખેરગામ : ખેરગામ (Khergam) તાલુકાના દાદરી ફળિયામાં આવેલા કબ્રસ્તાનની (Cemetery) બાજુમાં રહેતા શાકભાજીવાળાએ 5 વર્ષ પહેલાં ઉછીના રૂપિયા લીધા હતા. જે પરત કરવા જતાં સામેવાળાએ 20 ટકા વ્યાજ (Interest) માંગ્યું હતું. આ બાબતે રકઝક થતાં મામલો ગરમાયો હતો. બાદ વ્યાજે નાણાં લેનાર શાકભાજીવાળાના ઘરે જઈ ઉછીના રૂપિયા આપનારે હલ્લો બોલાવી દીધો હતો. અને વેપારી નહીં મળતાં તેના પુત્રને કારમાં (Car) ઉઠાવી જઈ રૂમમાં ગોંધી બેરહેમીથી માર માર્યો હતો. આ બાબતે ડરી ગયેલા પરિવારે (Family) ખેરગામ પોલીસ ઉપર વિશ્વાસ ન હોવાથી નવસારી જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી સાથે ઘા નાંખી હતી. એ બાદ જિલ્લા પોલીસ (Police) વડાએ બીલીમોરા સીપીઆઈને અરજી ટ્રાન્સફર કરતા સીપીઆઈએ પરિવારનું નિવેદન લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના દાદરી ફળિયાની બાજુમાં ઇમ્તિયાઝ શેખ પરિવાર સાથે રહે છે. જે ખેરગામમાં શાકભાજીનો વ્યવસાય કરે છે. ગત તા.10મીએ પત્ની મહેજબીન અને સંતાન રાત્રે સૂતા હતાં, એ વેળા નઇમ નિઝામ શેખ અને નિગમ નિઝામ શેખ તેમના ઘરે આવી દરવાજો ખટખટાવ્યો હતો. આથી મહેજબીને દરવાજો ખોલતાં આરોપીઓએ ઇમ્તિયાઝ વિશે પૂછપરછ કરી હતી. પરંતુ ઇમ્તિયાઝ નહીં હોવાથી નઇમે પિતા નિઝામ નૂરુ શેખને ફોન કર્યો હતો. આથી નિઝામે ફોન ઉપર કહ્યું કે, ‘ઇમ્તિયાઝના છોકરા તલ્હાને ઊંચકી લાવો.’ આથી આરોપીઓ છોકરાને ઘસડી જઈ માર મારી મહેજબીનને ગાળો આપી કારમાં ઉઠાવી જઈ એક રૂમમાં ગોંધી ત્યાં પણ અપહ્યત તલ્હાને માર માર્યો હતો.

ઉપરાંત ‘તારો બાપ ક્યાં છે? એ નહીં આવે ત્યાં સુધી તને છોડીશું નહીં. તારા બાપે આ મહિનાના વ્યાજના પૈસા જમા કરાવ્યા નથી. વ્યાજ નહીં મળે તો તને મારીને ક્યાં ફેંકી દેશું એ ખબર પણ નહીં પડે.’ આથી ગભરાઈ ગયેલા પરિવારે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ કરવાને બદલે નવસારી જિલ્લા પોલીસ વડાને અરજી સાથે રજૂઆત કરી હતી. જેમાં મહેજબીને જણાવ્યું હતું કે, મારા હસબન્ડ ઇમ્તિયાઝે નિઝામ શેખ પાસે રૂ.75 હજાર ઉછીના લીધા હતા. એ રૂપિયા આપવાની મુદત પૂરી થયા બાદ નિઝામ શેખને રૂપિયા આપવા જતાં નિઝામ શેખે ‘પૈસા તો મેં 20 ટકા વ્યાજે આપ્યા હોવાનુ કહેતા ઇમ્તિયાઝે ‘મેં પૈસા ઉછીના લીધા હતા, તો વ્યાજ શાનું આપવાનું.’ કહેતા નિઝામે ધમકી આપી હતી કે, ‘વ્યાજના રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખીશ.’ આથી પરિવારે દર મહિને વ્યાજ આપવાનું ચાલુ કર્યુ હતું. અને આરોપીઓએ કહ્યું હતું કે, ‘મુદ્દલ તું વાપર, ખાલી 20 ટકાના હિસાબે વ્યાજ આપ્યા કરજે.’ આથી આજ સુધી વ્યાજ આપ્યું હતું. તેમ છતાં ધમકી આપી ગામ છોડી દેવાની ધમકી આપી હતી. આથી મહેજબીન પરિવાર સાથે તેના દિયરના ઘરે નાનાપોંઢા આવી ગઈ હતી. બાદમાં જિલ્લા પોલીસ વડાનું શરણું લીધું હતું.

આરોપીઓ ખુલ્લેઆમ દારૂ, આંકડા-જુગાર અને વ્યાજનો ધંધો કરે છે : મહેજબીનનો આક્ષેપ
મહેજબીને આક્ષેપ લગાવ્યો છે કે, આરોપીઓ ખુલ્લેઆમ દારૂ, આંકડા-જુગાર અને વ્યાજનો ધંધો કરે છે. અગાઉ તેમની સામે મારામારીના ગુના પણ નોંધાયેલા છે. એ લોકો ખેરગામ પોલીસ તેમના હાથમાં હોવાની વાત પણ કરે છે.

સીસીટીવી ચકાસવામાં આવે તો પોલ બહાર આવી શકે
ખેરગામમાં વ્યાજનાં નાણાં મુદ્દે મામલો મારામારીમાં પરિણમ્યો હતો. આ બનાવમાં મહેજબીને દાવો કર્યો હતો કે, તા.10 અને 11 જુલાઈના રાત્રિના 12-30થી 1 વાગ્યાના અરસામાં નઇમ નિઝામ શેખ અને નિગમ નિઝામ શેખના ઘરના સીસીટીવી કેમેરા અને આજુબાજુનાં ઘરના કેમેરા ચેક કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે છે. આ બાબતે બીલીમોરા સીપીઆઈ પી.પી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ખેરગામની મહિલાએ લેખિત અરજી આપેલી છે અને આ અંગે તપાસ ચાલુ છે.

Most Popular

To Top