Gujarat

જુનાગઢ, માંગરોળ અને ચોરવાડ દરિયાકાંઠેથી શંકાસ્પદ ડ્રગ્સના પેકેટસ મળી આવ્યા

ગાંધીનગર : આજે જુનાગઢના (Junagadh) દરિયાકાંઠેથી જુદા જુદા વિસ્તારોમાંથી પોલીસને (Police) દરિયાકાંઠા પરથી અર્ધ બળી ગયેલી હાલતમાં ડ્રગ્સના (Drugs) પેકેટસ (Packets) મળી આવતા હવે ફોરેન્સિક નિષ્ણાંતો તપાસમાં જોડાયા છે. પોલીસનું માનવુ છે કે ડ્રગ્સ માફિયાઓ દ્વારા બિનવારસી ડ્રગ્સના પેકેટ્સ ફેંકી દેવામાં આવ્યા છે. જે હવે જુનાગઢના દરિયાકાંઠેથી પકડાઈ રહ્યાં છે.

અગાઉ કચ્છના સાગરકાંઠેથી બીએસએફ દ્વારા બિનવારસી હાલતમાં ફેંકી દેવાયેલા ડ્રગ્સના પેકેટ્સ મળી આવતા તે જપ્ત કરી લેવાયા છે. આજે જુનાગઢ જિલ્લામાં નવી બંદર વિસ્તારમાં છ પેકેટસ મળી આવતા તે પોલીસ ટીમ દ્વારા જપ્ત કરી લેવાયા છે. જો કે તે પછી જુનાગઢના દરિયા કાંઠેથી સઘન પેટ્રોલિંગ દરમ્યાન તપાસ વખતે માંગરોળ, ચોરવાડ તથા દરિયાકાંઠેથી વધુ શંકાસ્પદ પેકેટ્સ સાથે કુલ 39 પેકેટસ મળી આવતા તે જપ્ત કરી લેવાયા છે. આ પેકેસટમા ચરસ હોવાની આશંકા સેવાઈ રહી છે.

દારૂની હેરાફેરીનો નવો કીમીયો : રિક્ષાની છત પર હુડમાં સંતાડીને લઈ જવાતો દારૂ ઝડપાયો
વલસાડ : વલસાડ નજીકના ઉટડી ગામેથી રિક્ષાની છત ઉપર ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.27,800ના ઇંગ્લીશ દારૂ સાથે ડુંગરી પોલીસની ટીમે દમણના રિક્ષા ચાલકની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ડુંગરી નજીક ઉટડી ડીપી ફળિયામાંથી ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે ઉટડી ગામે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળી ઓટો રિક્ષા નંબર જીજે 15 ટીટી 5042 રીક્ષા આવતા પોલીસે અટકાવી હતી. રિક્ષામાં તપાસ કરતા રિક્ષામાંથી દારૂ મળ્યો ન હતો. ત્યારબાદ ફરી તપાસ કરતા રિક્ષાની છતના ભાગે ચોરખાના હુડમાં સંતાડીને લઈ જવાતો રૂ.27,800ની ઇંગ્લિશ દારૂ બોટલને 367 મળી આવી હતી. પોલીસે દમણનો રિક્ષા ચાલક સુરેશ કાળીદાસ પટેલની ધરપકડ કરી માલ ભરાવનાર અને માલ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top