Entertainment

દીપિકા પાદુકોણ આ મહિનામાં આપશે બાળકને જન્મ, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપ્યા ગુડ ન્યુઝ

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) દીપિકા પાદુકોણે (Deepika Padukone) પોતાના ફેન્સને (Fans) આજે ગુરુવારે ગુડન્યુઝ (GoodNews) સંભળાવી છે. તેણીએ ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ ખુશખબર સાંભળ્યા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. દીપિકા પાદુકોણે (Deepika Padukone) હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી હલચલ મચાવી દીધી છે.

દીપિકા પાદુકોણે આજે લીપ મહિનાના અંતિમ દિવસે એટલેકે 29 ફેબ્રુઆરીએ આ ન્યુઝ શેર કરી શોસિયલ મીડિયા ઉપર હલચલ મચાવી દીધી છે. તેણીએ આજે પોતે ગર્ભવતી હોવાની અને ટૂંક સમયમાં તે માતા બનશે અને રણવીર સિંહ પિતા બનશે તે સમાચાર શેર કર્યા છે. આ પોસ્ટ જોયા બાદ દીપિકા અને રણવીર સિંહના ફેન્સ ખુબજ ઉત્સાહિત છે. તેમજ સતત અભિનેત્રી અને રણવીર સિંહને અભિનંદન આપી રહ્યા છે.

દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરી
ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાથે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે એ પણ જણાવ્યું કે તેમનું બાળક ક્યારે આવવાનું છે. એટલે કે દીપિકા પાદુકોણ ક્યા મહિનામાં બાળકને જન્મ આપશે. શેર કરેલી પોસ્ટ મુજબ બંને સપ્ટેમ્બરમાં પેરેન્ટ્સ બનશે. હાલમાં બંને પેરેન્ટીંગની તૈયારી કરી રહ્યા છે. પોસ્ટમાં એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં બાળકોના કપડાં, રમકડા અને શૂઝ બનાવવામાં આવ્યા છે અને તેના પર સપ્ટેમ્બર 2024 લખેલું છે. આ પોસ્ટના કેપ્શનમાં એક અદ્રશ્ય ઈમોજી પણ છે. તે સ્પષ્ટ થઈ ગયું છે કે દીપિકા ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનશે.

સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા
દીપિકાએ પ્રેગ્નન્સી કન્ફર્મેશન પોસ્ટમાં ફોલ્ડિંગ હેન્ડ અને એવિડ આઈ ઈમોજી બનાવ્યા છે. તેમજ કપલે ગુડન્યુઝ સંભળાવતાની સાથે જ મનીષ મલ્હોત્રા, મેધા શંકર, અંગદ બેદી, મિયાંગ ચાંગ, કુબ્બ્રા સૈત, મસાબા ગુપ્તા જેવા ઘણા સ્ટાર્સે કપલને બેમાંથી ત્રણ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. જણાવી દઇયે કે દીપિકા 38 વર્ષે પ્રથમ બાળકને જન્મ આપશે. તેણી હંમેશા માતા બનવા માટે ઉત્સાહિત રહી છે. તેમજ ચાહકો પણ તેના મધર્સ ક્લબમાં જોડાવાની રાહ જોઈ રહ્યા હતા. આખરે દીપિકાએ ચાહકોને ખુશખબર આપી છે.

આ કપલે 2018માં લગ્ન કર્યા હતા
દીપિકા અને રણવીર બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. બંનેની ફેરીટેલની પ્રેમકહાની રામલીલા ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી. તેઓએ 2012 માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 2018 માં કપલે ઇટાલીના લેક કોમોમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. વર્ક ફ્રન્ટ પર દીપિકાની છેલ્લી રિલીઝ ફાઈટર હતી. તેને લોકો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો નથી. આ સાથે જ તેણીની પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં કાલ્કિ 2898 એડી, સિંઘમ અગેનનો સમાવેશ થાય છે.

Most Popular

To Top