Vadodara

લુણાવાડામાં સીએચઓ યુનિયનની બેઠક યોજાઇ

લુણાવાડા, તા.7
લુણાવાડા ખાતે સીએચઓની યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ બોડીની રચના કરવામાં આવી હતી.
ગુજરાત સ્ટેટ સીએચઓ દ્વારા મહિસાગર જિલ્લાના સીએચઓની યુનિયન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સ્ટેટ સીએચઓ યુનિયનના પ્રમુખ જયકુમાર મહેતા, જોઇન્ટ સેક્રેટરી જનક શર્મા અને ખજાનચી હર્ષલભાઈ હડિયાની ઉપસ્થિતિમાં મહિસાગર જિલ્લાની યુનિયનની ડિસ્ટ્રીક્ટ બોડીની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત સીએચઓને થઇ રહેલા તમામ પ્રશ્નો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં યુનિયનને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ તરીકે વિજય પટેલ, ઉપપ્રમુખ નિરજ પટેલ, ગુંજનબહેન પટેલ, સેક્રેટરી હિંમતસિંહ ડામોર, જોઇન્ટ સેક્રેટરી સેજલબહેન પટેલ, ખજાનચી જિતેન્દ્ર પટેલ, કો ઓર્ડીનેટર પ્રીતિબહેન પટેલ, કન્વીનર તરીકે અનિલભાઈ ચોકિયાની વરણી કરવામાં આવી હતી.

Most Popular

To Top