Entertainment

અક્ષય કુમારે એવું તે શું ટ્વિટ કર્યું કે ફેન્સ ફરી ગુસ્સે ભરાયા

મુંબઈ: બોલિવુડમાં (Bollywood) છેલ્લાં કેટલાય સમયથી સેલેબ્સનો સમય ખરાબ ચાલી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આમ તો બોલિવુડના ખિલાડી સૌના ચહિતા છે પરંતુ છેલ્લાં કેટલાય સમયથી તેમનો સમય પણ તેમને સાથ ન આપતો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ભારતવાસીઓ પોતાની ભારત માતા માટે જાન આપવા માટે પણ તૈયાર હોય છે. ભારત ઉપર આંચ આવે તેવું કોઈ પણ ભારતીય ઈચ્છતું નથી. આવો જ એક કિસ્સો બોલિવુડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર સાથે થયો છે.

અક્ષય કુમારે પોતાના ટ્વિટર ઉપર એક વીડિયો શેર કર્યો જેનાં કારણે તે હાલમાં ટ્રોલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરી અક્ષય કુમાર કહ્યું કે તેઓ નોર્થ અમેરિકાના પ્રવાસે જવાના છે જો કે આ વીડિયોના કારણે તેઓ હાલ ટ્રોલ થઈ રહ્યાં છે તેમજ લોકો તેઓની ટીકા કરી રહ્યાં છે.

આ વીડિયોને શેર કરતા અક્ષયે લખ્યું હતું કે નોર્થ અમેરિકામાં મનોરંજન માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છે. પોતાની જગ્યાઓ લઈ લો તેમજ સીટ બેલ્ટ બાંધી દો કારણ કે અમે માર્ચમાં આવી રહ્યાં છે. જણાવી દઈએ કે આ વીડિયોમાં દિશા પટની, સોનમ બાજવા તેમજ મોની રોય પણ છે. આ વીડિયોમાં તમામ એકટર-એકટ્રેસ ગ્લોબ એટલે કે પૃથ્વી ઉપર ચાલતા જોવા મળે છે. આ વીડિયોને જોતા જ લોકો કોમેન્ટમાં પોતાનો ગુસ્સો વ્યકત કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે ભાઈ ભારતનું થોડું સન્માન તો કરી લો, કોઈકે લખ્યું છે કે સાહેબ ભારતીય રાજનીતિના માનચિત્રની હું રોજ પૂજા કરું છું.હું રાજનીતિ શાસ્ત્રનો વિદ્યાર્થી છું. અને તમે ભારતના નકશા ઉપર જ શુઢ પહેરીને ઉભા થઈ ગયાં.

ઘણાં લોકોનું કહેવું છે કે અભિનેતાને કેનેડાની ચિંતા છે પરંતુ માલ તેઓએ ભારતમાં છાપવો છે. અમે આવા લોકોનો બહિષ્કાર કરીએ છીએ. લોકોનું કહેવું છે કે અભિનેતાએ ભારતના નકશા ઉપર પોતાનો પગ ન મૂકવો હતો. આ હરકત ખૂબ જ ખોટી છે. આ ટ્વિટને ડિલિટ કરો. આ દેશનું અપમાન છે. કોઈ પણ દેશના નકશા ઉપર પગ મૂકવો જોઈએ નહિં. જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી 24 ફેબ્રુઆરીના રોજ સિનેમાધરોમા આવી રહી છે.

Most Popular

To Top