Gujarat

ધોરડો-કચ્છમાં આયોજિત G-20 ની ટુરિઝમ વર્કિંગ ગૃપની પ્રથમ બેઠકમાં સીએમ જોડાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા.૭ ફેબ્રુઆરી અને બુધવાર તા.૮ ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા.૭ ફેબ્રુઆરી, મંગળવાર અને તા.૮ મી ને બુધવારે ગાંધીનગરમાં સંસદસભ્યોને ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો-નાગરિકોને મળીં શકશે નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 ની બેઠકો પૈકી ૧પ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કિંગ ગૃપની પ્રથમ બેઠક તા. ૭ થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે. આ વર્કિંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.

Most Popular

To Top