Dakshin Gujarat

નોકરી છૂટી તો જુગારની લત લાગી, જુગાર રમવાના શોખને કારણે બાઇક ચોરીના રવાડે ચઢ્યો

પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના કડોદરા જીઆઇડીસી (GIDC) પોલીસ ગત સોમવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે એક ઇસમને બાઇક (Bike) સાથે ઝડપી પાડી તેની સઘન પૂછપરછ કરતાં બારડોલી, પલસાણા તેમજ સુરત શહેરમાં કુલ પાંચ બાઇક ચોરી (Theft) કરી હોવાનું બહાર આવતાં પોલીસે ચોરીના (Thief) મુદ્દામાલ પણ કબજે લીધો હતો.

  • જુગારના શોખ માટે બાઇક ચોરીના રવાડે ચઢેલો બારડોલીનો સંજય રાઠોડ ઝડપાયો
  • કડોદરા પોલીસે બારડોલી, પલસાણા અને સુરત શહેરના બાઇક ચોરીના પાંચ ભેદ ઉકેલ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસમથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ઇસમ નંબર પ્લેટ વગરની ચોરીની બાઇક સાથે કડોદરા ટી સ્ટોલની સામે સર્વિસ રોડ પર આવનાર છે. જેના આધારે કડોદરા પોલીસે વોચ ગોઠવી ચોરીની બાઇક સાથે સંજય ઉર્ફે જીતુ ઠાકોર રાઠોડ (ઉં.વ.૩૮) (રહે., ખોજ પારડી, બાંગ્લાદેશ ફળિયું, તા.બારડોલી)ને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ કરતાં સંજયે જણાવ્યું હતું કે, નોકરી છૂટી ગયા પછી જુગાર રમવાની આદતના કારણે તેણે ચોરી કરવાનો રસ્તો પસંદ કર્યો હતો. અને તેણે બારડોલી ટાઉનમાં ૩ બાઇક, પલસાણામાંથી ૧ બાઇક તેમજ સુરતના વેસુમાંથી ૧ બાઇક મળી કુલ પાંચ બાઇકની ચોરી કરી હતી. જે બાઇક કડોદરા શ્યામ સંગીની સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હોવાની માહિતી પોલીસને મળતાં કડોદરા પોલીસે કુલ પાંચ બાઇક કિં.રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ચોરી ક૨ના૨ સંજય રાઠોડને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂ લઇ જતાં બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા
પલસાણા: પલસાણા પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેણે બાતમીના આધારે પલસાણાના માખીંગા ગામની સીમમાં સાબર હોટલની સામેથી ૩૧ હજારના વિદેશી દારૂ લઇ જતાં બે ઇસમને ઝડપી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસ પોટ્રોલિંગમાં હતી. ત્યારે તેને બાતમી મળી હતી કે, પલસાણાના માખીંગા ગામે રહેતો અને દારૂનો ધંધો કરતો હિતેશ રણછોડ રાઠોડ વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેની મોપેડ નં.(જીજે ૧૯ બીજી ૦૯૨૫) ઉ૫૨ લઇ માખીંગા ગામની સીમમાં સાબર હોટલની સામે નેશનલ હાઇવે નં.૪૮ ૫૨થી પસાર થનાર છે. જેના આધારે પલસાણા પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડી તેની પાસેથી ૩૧,૭૫૦નો દારૂ તેમજ મોપેડ કિંમત ૫૦ હજાર, મોબાઇલ તેમજ રોકડ મળી ૮૭,પ૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે દારૂનો જથ્થો લાવનાર ઇમરાનખાન ઉસ્માનખાન (રહે., સૂર્યાન્સી રેસિડેન્સી, પલસાણા) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર હિતેશ રણછોડ રાઠોડ (રહે., ડુંગરી ફળિયું, માખીંગા, તા.પલસાણા)ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top