Dakshin Gujarat

ઈચ્છાપોર-મગદલ્લા બ્રિજના છેડે પાઇપલાઇનમાંથી સતત વહી રહ્યું છે પાણી, બ્રિજ પરનો રોડ બિસમાર થયો

પલસાણા: (Palsana) ચોર્યાસીના હજીરા હાઇવે (Highway) પર ઈચ્છાપોરથી મગદલ્લા તરફ જતાં બ્રિજના (Bridge) છેડે પાઇપલાઇનમાંથી રોજના હજારો લીટર પાણી વહી રહ્યું હોવા અંગે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની કલેક્ટરને રજૂઆત બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. અને GWSSB દ્વારા સ્થળ મુલાકાત લઈ તપાસ હાથ ધરાઈ હતી.

  • ઈચ્છાપોર-મગદલ્લા બ્રિજના છેડે પાઇપલાઇનમાંથી પાણી વહેવાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું
  • GWSSB દ્વારા સ્થળ મુલાકાત લઈ તપાસ હાથ ધરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના હજીરા વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં.53 પર ઇચ્છાપોરથી મગદલ્લા તરફ જતા બ્રિજના છેડે કેટલાક સમયથી પાણીની પાઇપલાઇનમાંથી પાણી નીકળી રહ્યું છે. પાણી સતત નીકળી રહ્યું હોવાને કારણે બ્રિજ પરનો રોડ બિસમાર થઈ ગયો છે અને બ્રિજ દિવસે દિવસે કમજોર થઈ રહ્યો હોવા અંગે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા કલેક્ટર અને NHAIને ગત રોજ લેખિતમાં ફરિયાદ કરાઈ હતી અને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને સ્થળની મુલાકાત લઈ તપાસ કરી સમસ્યાના નિરાકરણ લાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

હાઇવે ઓથોરિટી દ્વારા GWSSBને અનેક નોટિસ, છતાં કાર્યવાહી નહીં
સમગ્ર ઘટના અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)ને નોટિસ પાઠવવામાં આવી છે. આ અંગે અનેક વખત બોર્ડને નોટિસ આપવામાં આવી છે. છતાં આ બાબતે GWSSB દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે સતત પાણી વહેતું હોવાથી પુલને તેમજ રોડને નુકસાન થઈ રહ્યું છે.

Most Popular

To Top