Business

ઉર્જા ક્ષેત્રે ભારતમાં વૈશ્વિક રોકાણ માટેની ઉત્તમ તક : PM મોદીએ કર્યું આહવાન

નવી દિલ્હી : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વૈષ્વક રોકાણ (Global Investment) કરોને ઉત્તમ તક આપીને આહવાન કર્યું છે. વિવિધ ઉર્જાના ક્ષેત્રોમાં (Energy Sector) રોકાણ કરવા માટે આહવાન કર્યું છે. વૈશ્વિક રોકાણ કરોને દેશમાંથી ઓઇલ, ગેસ અને હાઇડ્રોજન જેવી નવી ઉર્જાઓ શોધી તેમાં રોકાણ કરીને લાભ મેળવવા માટે આગળ આવવા કહ્યું છે. પ્રધાન મંત્રીએ સોમ વારે ભારત ઉર્જા સપ્તાહ (Energy Week) 2023ના થયેલા ઉદ્ઘાટન બાદ વૈશ્વિક રોકાણ કરો સમક્ષ દેશમાં ઉર્જા ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવનાઓ સામે મૂકી હતી. અને વૈશ્વિક રોકાણ કરોને તેમાં રોકાણ કરવા માટે આમંત્રિત પણ કરતા કહ્યું હતું કે ભારતમાં ઉર્જાની માંગમાં ભારે વૃદ્ધિની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી.ઉપરાંત સ્થિર અને નિર્ણાયક નૈતૃત્વમાં રોકાણકારોએ દેશમાં ઉર્જા ક્ષેત્રમાં રોકાણ માટે આગળ આવવું જોઈએ .વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ઉર્જાના ક્ષેત્રમાં ભારત દેશ સૌથી મોખરૂ સ્થાન ધરાવે છે. આવનારા એક દાયકામાં ઉર્જાની માંગ ખુબ વધશે જેથી આ તકને મિસ કરવી જોઈએ નહી.

કાચા તેલની રિફાઈનિંગ ક્ષમતા વધારવા પર સતત કામ
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હું તમને ભારતના ઉર્જા ક્ષેત્રની તમામ તકોનો લાભ લેવાનું કહી રહ્યો છું. ભારત આજે રોકાણ માટે સૌથી યોગ્ય સ્થળ છે. ઈન્ડિયા એનર્જી વીકમાં વિવિધ દેશોના અનેક મંત્રીઓ કોર્પોરેટ નેતાઓ અને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વૈશ્વિક કટોકટી હોવા છતાં ભારત તેની આંતરિક ઝુઝારુ ક્ષમતાને કારણે 2022માં વિશ્વનું સૌથી આકર્ષક સ્થળ રહ્યું છે. આની પાછળ ઘણા પરિબળો છે જેમ કે સ્થિર અને નિર્ણાયક સરકાર સતત સુધારા અને પાયાના સ્તરે સામાજિક-આર્થિક સશક્તિકરણ એમ તેમણે જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે ભારત ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાને વાર્ષિક 250 મિલિયન ટનથી વધારીને 450 મિલિયન ટન પ્રતિ વર્ષ કરવા પર કામ કરી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે આગામી ચાર-પાંચ વર્ષમાં દેશનું ગેસ પાઈપલાઈન નેટવર્ક હાલના 22,000 કિલોમીટરના નેટવર્કથી વધીને 35,000 કિલોમીટર થઈ જશે.

પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાના લક્ષ્ય પર કામ ચાલુ છે
તેમણે કહ્યું કે ગામડાઓમાં ઈન્ટરનેટ સુવિધા આપવા માટે છ લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક નાખવામાં આવ્યું છે. મોદીએ કહ્યું કે, દેશમાં બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યામાં નવ વર્ષ પહેલાની સરખામણીમાં 13 ગણો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યા ત્રણ ગણી વધી છે. વડાપ્રધાને કહ્યું કે જ્યાં તેલ અને ગેસનું સંશોધન કરી શકાતું નથી તે વિસ્તારને સરકારે ઘટાડીને 10 લાખ ચોરસ ફૂટ કરી દીધો છે. તેમના મતે તેનાથી રોકાણની તકો વધશે. તેમણે કહ્યું કે ભારત પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. મોદીએ દેશમાં ગ્રીન હાઇડ્રોજનને આગળ વધારવાના પ્રયાસોની પણ રૂપરેખા આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ઉર્જા સપ્તાહ એ G20ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રથમ મોટી ઘટના છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે આજે કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવીને મધ્યમ વર્ગની શ્રેણીમાં આવ્યા છે. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે.

Most Popular

To Top