Entertainment

જ્હાનવી કપૂરની પોલ ખુલી, શરીર પર તેના ફેનને દેખાયું લવ બાઈટ…

સિઝલિંગ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Jahanvi kapoor) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મિલી’ને લઈને ચર્ચામાં છે. આ સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા (Social Media) પર તેના બોલ્ડ લુકથી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. જો તમે જાહ્નવી કપૂરના સોશિયલ મીડિયા પર એક નજર નાખો તો તમને ખબર પડશે કે અભિનેત્રીએ ત્યાં કેટલા ફોટોશૂટ શેર કર્યા છે. દરમ્યાન જાન્હવી કપૂરે એક ફોટોશૂટ શેર કર્યો છે જેમાં તે બ્લેક કટ આઉટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. જો કે આ સમય દરમિયાન ચાહકોએ કંઈક એવું જોયું જે કદાચ ન દેખાવું જોઈએ. પણ છતાંય જાન્હવી કપૂર બિન્દાસ ફોટોશૂટ કરાવી રહી છે.

તાજેતરમાં જ જ્હાનવીએ તેના બોલ્ડ ફોટોશૂટ સાથે સંબંધિત એક BTS વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં જાહ્નવી બ્લેક ડ્રેસમાં જબરજસ્ત દેખાઈ રહી છે અને ચાહકો પણ તેની બોલ્ડ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. જો કે આ દરમિયાન બધાની નજર જ્હાન્વીના લવ બાઈટ પર ગઈ હતી. વીડિયોને ધ્યાનથી જોનારાઓને અભિનેત્રીના શરીર પર લવ બાઈટ દેખાયું હતું.

વાસ્તવમાં આ લવ બાઈટ તેના હાથ પર છે અને તે જમણા હાથમાં આર્મપીટ પાસે છે. ચાહકોએ આ વીડિયો જોતાની સાથે જ કમેન્ટ્સમાં અભિનેત્રીને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે આખરે આ શું છે. એક્ટ્રેસને લવબાઈટ વિશે પૂછવા પર એક યુઝરે લખ્યું, ‘શું આ લવ બાઈટ છે.’ જોકે જાન્હવીએ પોતાના ફોલોઅર્સને કોઈ જવાબ આપ્યો ન હતો. બીજી તરફ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ મિલીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તે ફ્રીઝરમાં ફસાઈ જાય છે અને પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે.

Most Popular

To Top