Vadodara

ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સંગઠનને મજબુત કરવામાં નિષ્ફળ નીવડ્યા

વડોદરા : વિશ્વની સૌથી મોટી ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં વધુ ને વધુ યુવાનો જોડાય તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને વડોદરામાં ફટકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે વડોદરામાં ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખની નબળી કામગીરીથી સંગઠન  નબળું પડી રહ્યાનું સામે આવી રહ્યું છે ભાજપ યુવા મોરચાના એક હોદ્દેદારે નામ ન જણાવવાની શરતે યુવા ભાજપમાં ચલતા વિખવાદો અંગે ઘટસ્ફોટ કર્યો છે જે મુજબ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સંગઠનને વધુ મજબૂત કરવામાં ફેઈલ થયા છે  ભાજપ યુવા મોરચામા આંતરિક અસંતોષ પણ વધ્યો છે જેના કારણે પણ સંગઠન નબળું પડી રહ્યું છે બીજી તરફ ભાજપ યુવા મોરચાના કાર્યક્રમોમાં યુવાનોની પાંખી હાજરીથી પણ પ્રમુખની કામગીરી સામે સવાલો ઉઠયા છે.

ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે જે માટે ભાજપમાં યુવાનો વધુ સક્રિય બને તેવા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે ભાજપમાં વધુ ને વધુ યુવાનો જોડાયા તે માટે યુવા મિત્ર જેવું મહત્વપુર્ણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે જોકે વડોદરા શહેર ભાજપ યુવા મોરચાની કામગીરી દિવસેને દિવસે નબળી પડી રહી છે ચૂંટણી વર્ષમાં સંગઠનને મજબૂત કરવાના બદલે સંગઠનમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે જેની પાછળ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતની બેધારી નીતિ જવાબદાર હોવાનું મનાય છે યુવા મોરચાના હોદેદારો સાથે મળીને કામ કરવાને બદલે પાર્થ પુરોહિત પોતાની મનમાની કરતા હોવાનું મનાય છે જેને પગલે  મોરચાના જ કેટલાક હોદ્દેદારોમાં પાર્થ પુરોહિત સામે ભારે અસંતોષ અને નારાજગી પણ છે.

યુવા ભાજપમાં શરૂ થયેલા વિખવાદો ને પગલે યુવા મોરચાના કાર્યક્રમોમાં યુવાનોની પાંખી હાજરી પણ હવે રાજકીય મોરચે ચર્ચાનો અને ભાજપ માટે ચિંતાનો વિષય બની છે   પાર્થ પુરોહિત અન્ય હોદ્દેદારોની અવગણના કરી પોતાની જ મનમાની ચલાવે છે જેથી નારાજ કેટલાક  હોદ્દેદારો યુવા મોરચામાં નિષ્ક્રિય બની ગયા છે જેથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટુ નુકશાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે  તેવામાં ભાજપ મોવડીઓ યુવા મોરચામાં વધતા આંતરિક ડખાને  ડામવામાં આંખ આડા કાન કરશે તો તેની કિંમત ભાજપને ચૂકવવી પડશે તે નિશ્ચિત છે.

ભાજપ યુવા સંગઠનથી યુવાનો વિમુખ થઈ રહ્યા છે..!

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ દેશમાં યુવાનોને જોડવા ખૂબ જ મહેનત કરી રહી છે પરંતુ વડોદરા શહેર ભાજપ યુવા મોરચાની નબળી કામગીરીને કારણે શહેરના યુવાનો ભાજપથી વિમુખ થઈ રહ્યાની પણ ચર્ચા ઓ હવે જોર પકડી રહી છે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતની વરણી બાદ યુવા મોરચાએ ઊડીને આંખે વળગે એવો કોઈ કાર્યક્રમ આપ્યો નથી જેના પગલે યુવાનો ભાજપ તરફ  આકર્ષાય અને ભાજપને વધુ મજબૂત કરવા ભાજપ સંગઠનમાં જોડાય? ભાજપ યુવા મોરચાના પ્રમુખની મનમાનીને કારણે પણ યુવાઓ ભાજપથી વિમુખ થઈ રહ્યા હોવાની હોવાનું મનાય છે. પ્રમુખ પાર્થ પુરોહિતે સંગઠનને મજબૂત કરવા કોઇ નક્કર પ્રયાસો ન કર્યા હોવાનું આંતરિક ગણગણાટ પણ  વધ્યો છે.

Most Popular

To Top