Dakshin Gujarat

દહેજની ખાનગી કંપનીની બસે ભરૂચ શેરપુરા રોડ પર એક્ટિવા ચાલકને અડફેટે લીધો

ભરૂચ: આજે સવારે ભરૂચના (Bharuch) શેરપુરા (Sherpura) પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. દહેજ (Dahej) તરફથી આવતી ખાનગી કંપનીની બસના (Bus) ચાલકે પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  • શેરપુરા રોડ પાસે અકસ્માત સર્જાયો
  • દહેજની કંપનીની બસે એક્ટિવા ચાલકને ટક્કર મારી
  • ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
  • દહેજ બાયપાસ રોડ પર શેરપુરા, મનુબર ચોકડી પાસે અકસ્માતની ઘટના વધતા લોકોમાં રોષ

આજે વહેલી સવારે ભરૂચના શેરપુરા નજીક દહેજ તરફથી ધસી આવેલી ખાનગી કંપનીની બસ (GJ06BT0053) ના ચાલકે એક્ટિવા સવારને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના લીધે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. શેરપુરા પાસે ટ્રાફિક (Trafic) સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લાં ઘણા સમયથી દહેજ બાયપાસ રોડ ઉપર શેરપુરા, મનુબર ચોકડી નજીક અકસ્માતોની ઘટનાઓની વધી છે. જેના લીધે સ્થાનિક લોકોમાં રોષ વધી ગયો છે.

ઝાડેશ્વરમાં ખાનગી કંપનીની લક્ઝરી બસ વીજ પોલ સાથે ભટકાતાં દોડધામ
ભરૂચ: ગુરુવારે વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લક્ઝરી બસનો ચાલક કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો. બસનો ચાલક નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. એ વેળા બસ વીજ પોલ સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. બસ ભટકાતાં વીજ પોલ ધડાકાભેર જમીન ઉપર તૂટી પડ્યો હતો. જેને પગલે આખો માર્ગ બંધ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના વહેલી સવારે બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, અકસ્માતની પગલે વીજ પોલને નુકસાન થયું હતું. આ બનાવ અંગે સ્થાનિકોએ વીજ કંપની અને પોલીસને જાણ કરી હતી. જેને પગલે વીજ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવીને કામે લાગી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ પોલ ધડાકાભેર તૂટી પડવા છતાં કોઈ મુસાફરને તકલીફ પડી ન હતી.

Most Popular

To Top