Dakshin Gujarat

અંકલેશ્વરની વેલકમ સોસાયટીમાં તસ્કરો પેધા પડી ગયા એક્જ મકાનને બે-બે વાર નિશાન બનાવ્યુ

અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ગડખોલ ( Gadkhol ) પાટિયા (Patiya) પાસે આવેલી વેલકમ સોસાયટીના (Welcome Society) એક મકાનને તસ્કરો (Rober) બે મહિનામાં બીજી વાર નિશાન બનાવી ચાંદીનાં ઘરેણાં અને રોકડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તેવામાં અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

તસ્કરોએ પાછળના દરવાજાથી મકાનમાં પ્રવેશ કર્યો હતો
મકાન માલિક ઊર્મિલાબેન નિકુંજ વસાવા ગતરોજ પરિવાર સાથે બહાર ગયા હતા, એ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ પાછળના દરવાજાથી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા ચાંદીનાં ઘરેણાં તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાનમાલિકે અંકલેશ્વર શહેર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, વારંવાર આ જ મકાનને નિશાન બનાવતાં મકાનમાલિકે ચોરીની ઘટનાનાને અંજામ આપનાર તસ્કરની વહેલી તકે અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી છેે.

અંકલેશ્વર જીઆઈડીસીની FIBC કંપનીમાં તસ્કરો ત્રાટક્યા
ભરૂચ: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલ ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં તસ્કરો ત્રાટકી ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન પાસે આવેલા શ્યામ કોમ્પ્લેક્સ ખાતે રહેતા પરેશ લાલજી રાદડિયા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલી ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં ભાડેથી ત્રિકાલ ઇલેક્ટ્રિક એન્ડ રિવાઈડિંગ વર્કસ ચલાવે છે. જેઓ ગત તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ વર્કસ બંધ કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ વર્કશોપને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને અંદર રહેલી ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંબોલી પાસે પાર્ક કરેલું મોપેડ ચોરાતાં ફરિયાદ
કામરેજ: નવસારીથી મોપેડ પર વડોદરા જતો યુવાન આંબોલી પાસે વરસાદ પડતાં મોપેડ ઝાડ પાસે ઊભું રાખી મોપેડની ચાવી સ્ટીયરિંગની નીચે ભેરવીને પેશાબ કરવા જતાં અજાણ્યો ઈસમ મોપેડ લઈ નાસી છૂટ્યા હતો.મૂળ વડોદરા છાણી જકાતનાકા પાસે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં રહેતા અને હાલ નવસારી અરહિંત પ્લાઝા પાસે આવેલી હોટલમાં કેપ્ટન તરીકે નીરવ સુરેશ સુથાર દોઢ મહિનાથી નોકરી કરે છે. પાંચ દિવસ અગાઉ પોતાની મોપેડ લઈ હોટલ પર બે દિવસ રજા રાખી નવસારીથી વડોદરા જવા માટે નીકળ્યો હતો. ત્યાં કામરેજના નવાગામ પાસે વરસાદ ચાલુ થતાં તાપી નદીના પુલ પર જોરથી વરસાદ વરસતાં આંબોલી ગામની હદમાં એસ્સાર પેટ્રોલ પંપ પાસે મોપેડ ઝાડ નીચે બપોરના 12.30 કલાકે ઊભું રાખી ચાવી કાઢી મોપેડમાં સ્ટીયરિંગ પાસે આવતી એંગલમાં ભેરવી ઝાડ પાસે આવેલા ખાડામાં પેશાબ કરવા માટે ગયો હતો. થોડીવારમાં પેશાબ કરીને આવતાં મોપેડ ન દેખાતાં તપાસ કરતાં કોઈ જગ્યાએ ભાળ ન મળતાં વડોદરા ખાતે જતો રહ્યો હતો. બાદ રવિવારે કામરેજ પોલીસમથકમાં 45000 રૂપિયાની મોપેડની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top