Dakshin Gujarat

અંકલેશ્વરમાં કેમિકલ સગેવગે કરનાર ટેન્કરચાલક ઝડપાયો

અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીના કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં કેમિકલ ભરીને નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે મટિરિયલ સગેવગે કરતો ટેન્કરચાલક ઝડપાઈ ગયો હતો.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં ભરૂચ જીએનએફસી માંથી ઇથાઇલ એસિટેટ ભરીને પાનોલીની મહાદેવ કેમિકલમાં પહોંચાડવાનું હતું. પરંતુ ટેન્કર ચાલક રામાશંકર ફૂલચંદ યાદવ દ્વારા નક્કી કરેલી ચોક્કસ જગ્યા પર પહોંચાડવાને બદલે ટેન્કરમાંથી મીરાનગર પાસે કેમિકલ સગેવગે કરવાનો કારસો રચ્યો હતો, અને જીઆઇડીસી પોલીસે ટેન્કરચાલકની ધરપકડ કરી હતી. જીએનએફસીમાંથી કુલ ૧૫૪૩૫ કેજીએસ કિંમત રૂપિયા ૧૪,૮૪,૩૮૪ના ઇથાઇલ એસિટેટ મટિરિયલમાંથી ટેન્કરચાલકે ૩૬૦ કેજીએસ કિંમત રૂ.૨૯,૩૪૦ જેટલું કેમિકલ કાઢી લીધું હતું. પોલીસે હાલ કંપનીના પ્રવીણ કાશીરામ પટેલની ફરિયાદ દર્જ કરીને અન્ય લોકોની આ ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ઇલેક્ટ્રિક પોલની ચોરી, પોલીસે 23.26 લાખના મુદ્દામાલ સાથે ટ્રેલર ચાલકની અટક કરી
ઓલપાડ તાલુકાના ગોથાણ ગામેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ખુલ્લા યાર્ડમાં ઓવર હેડ ઇલેક્ટ્રિક પોલ મુકવામાં આવેલા હતા. જે પૈકી 30 નંગ પોલની ચોરી થઈ જે મામલે ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા પોલીસે ટ્રેલર ચાલકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઘટના બાબતે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના ગોથાણ ગામેથી પસાર થતા મક્કર પુરાથી જે.એન.પી.સી મહારાષ્ટ્ર સુધી રેલવે લાઇન ઉપર હાલમાં ઇલેક્ટ્રિક વર્કઆઉટનું કામકાજ ચાલી રહ્યું છે. રેલવે લાઇન માટે વપરાતા ઓવર હેડ ઇલેક્ટ્રિક પોલનો જથ્થો ગોથાણ ખાતે રેલવે બ્રિજની નીચે ખુલ્લામાં યાર્ડમાં મુકેલ હતો. જે જથ્થામાથી 30 નંગ ઓવર હેડ ઇલેક્ટ્રિક પોલની ચોરી થઈ હતી.

ટ્રેલરમાં ઓવર હેડ પોલ ભરાવી આપનાર ઇસમને વોન્ટેડ
ચોરી મામલે એલ એન્ડ ટી કંપનીના મેનેજર જીતેન્દ્ર જૈને ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ શરૂ કરી ગણતરીનાં કલાકોમાં જ ટ્રેલર ચાલકને 30 નંગ ઓવર હેડ ઇલેક્ટ્રિક પોલ 22.149 મેટ્રિક ટન જેની કિંમત રૂપિયા 23,56,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટ્રેલરના ચાલક રાજસિંહ શ્રીપાલ મીનાની અટકાયત કરી હતી. જે ખેડીશીશ, તા-હિંડોળ, બરગામાં, રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે ટ્રેલરમાં ઓવર હેડ પોલ ભરાવી આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top