World

અમેરિકામાં કરાયેલી નવી શોધમાં સામે આવ્યું કોવિડ-19 ફેલાવાનું કારણ

બેન્ગોર (યુકે): અમેરિકામાં (America) કરાયેલી નવી શોધમાં (Research) સામે આવ્યું છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-2થી સંક્રમિત થયા હતાં આ વાયરસ માનવમાં કોવિડ-19નું (Covid-19) કારણ છે. જાન્યુઆરીથી માર્ચ 2021 દરમિયાન મીશીગન, પેન્સીલવેનિયા, ઈલિનોઈસ અને ન્યુયોર્ક રાજ્યોમાં જે હરણોનો ટેસ્ટ કરાયો હતો તે પૈકી 40 ટકામાં એન્ટીબોડી (Antibody) મળી આવી હતી. એક બીજા અપ્રકાશિત અભ્યાસ મુજબ નવેમ્બર 2020 અને જાન્યુઆરી 2021 વચ્ચે લોવામાં લેવાયેલા નમૂનાઓ પૈકી 80 ટકા હરણોમાં વાયરસ (Virus) મળી આવ્યો હતો.

આ રીતે ઉચ્ચ પ્રમાણમાં સંક્રમણ મળી આવતા શોધકોએ તારણ કાઢયું હતું કે હરણો સક્રિય રીતે એક બીજામાં વાયરસ હસ્તાંતરીત કરે છે. વિજ્ઞાનીઓને સાર્સ-કોવી-2ના વિવિધ વેરીયન્ટ મળી આવ્યા હતા જે સંકેત કરે છે કે માનવથી હરણમાં સંક્રમણ થયું હોવાના ઘણા કેસ બન્યા હશે. ઉત્તરી અમેરિકામાં મોટી સંખ્યામાં સફેદ પૂંછડીવાળા હરણ છે અને આ તથ્ય છે કે તેઓ કેટલીક વખત લોકોની નજીક રહે છે જેના કારણે બીમારી એક જાતિથી બીજી જાતિમાં પહોંચે તેવી કેટલીક પરિસ્થિતિઓ ઉભી થાય છે.

આ અભ્યાસોથી નીકળેલા તારણોએ ચિંતા દર્શાવી છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-2ના ભંડોળ હોય તેવી શક્યતા છે. નવેમ્બર 2020 અને જાન્યુઆરી 2021 વચ્ચે લોવામાં લેવાયેલા નમૂનાઓ પૈકી 80 ટકા હરણોમાં વાયરસ (Virus) મળી આવ્યો હતો. આ મોટી સંખ્યામાં પ્રાણીઓને સહેલાઈથી સંક્રમિત કરી શકે છે સાથે જ વધુ ચિંતાજનક વાત એ છે કે આ માનવમાં પણ ફેલાઈ શકે છે.

રશિયામાં કોરોનાથી રેકોર્ડ 1,211 દૈનિક મોત નોંધાયા

મોસ્કો, તા.09 (એપી) રશિયામાં કોરોના વાયરસથી થયેલા મોતનો મંગળવારે એક નવો રેકોર્ડ બન્યો હતો અને દેશના મોટાભાગના પ્રદેશોમાં નવ દિવસના બિન-કાર્યકારી સમયગાળો સમાપ્ત થયાના બે દિવસ પછી નવા કેસો વધી રહ્યા છે. રાજ્યના કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે કોરોના વાયરસથી થયેલા નવા 1,211 મોત નોંધ્યા હતા. જે મહામારીની શરૂઆત બાદ નોંધાયેલા સૌથી વધુ મોત છે. જ્યારે, 39,160 નવા કેસ નોંધાયા હતા. ઓક્ટોબરના અંતથી દરરોજ લગભગ 40,000 કેસ અને 1,100થી વધુ મોત નોંધાઈ રહ્યા છે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ગયા મહિને ઘણા રશિયનોને ઑક્ટોબર 30 અને નવેમ્બર 7 વચ્ચે કામકાજ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. તેમણે પ્રાદેશિક સરકારોને જો જરૂરી હોય તો બિન-કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવા માટે અધિકૃત કર્યા હતા. પરંતુ માત્ર પાંચ રશિયન પ્રદેશોએ બિન-કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કર્યો હતો. નવા કેસ અને કોરોનાથી થતાં મોતની દૈનિક સંખ્યા સમગ્ર બિન-કાર્યકારી સમયગાળા દરમિયાન ઊંચી રહી હતી. ક્રેમલિનના અધિકારીઓએ સોમવારે દલીલ કરી હતી કે, પગલાંની ઇચ્છિત અસર છે કે કેમ તે કહેવું ખૂબ જ વહેલું હતું. રશિયામાં અત્યાર સુધી કોરોનાના 8.8 મિલિયનથી વધુ કેસો અને 249,000થી વધુ મોત નોંધાયા છે.

Most Popular

To Top