Entertainment

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સુરતનું કનેકશન સામે આવ્યું, મુખ્ય સાક્ષી વિજય પગારે કર્યો ચોંકાવનારો ખુલાસો

શાહરૂખ ખાનના (Shahrukh Khan Son) પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) મુખ્ય સાક્ષી વિજય પગારેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ આખાય કાંડમાં ગુજરાતના (Gujarat) અમદાવાદ અને સુરત (Surat) શહેરનું કનેકશન બહાર આવ્યું છે. પગારેએ કહ્યું કે, અમદાવાદમાં ટીપ મળી હતી અને સુરતમાં એક મુલાકાત ગોઠવાઈ હતી.

ગઈ તા. 2 ઓક્ટોબરના રોજ શાહરૂખના દીકરા આર્યન ખાનને મુંબઈ NCB એ મુંબઈથી ગોવા જતા ક્રુઝમાંથી પકડી લીધો હતો. આર્યન ઉપરાંત તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ, મોડેલ મુનમુન ધામેચા સહિત 8 લોકોની ધરપકડ કરાઈ હતી. લાંબા કોર્ટ ડ્રામાના અંતે દિવાળી પહેલાં આર્યન ખાન જામીન પર છૂટ્યો છે. છેલ્લાં દોઢ મહિનાથી દેશ-વિદેશમાં ચર્ચા જગાવનાર આ ડ્રગ્સ કેસમાં હવે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે.

આર્યન ડ્રગ્સ કાંડના મુખ્ય સાક્ષી વિજય પગારેએ એક ન્યૂઝ ચેનલમાં સમગ્ર કાંડના ગુજરાત કનેકશન વિશે માહિતી આપી. પગારેએ કહ્યું કે, શાહરૂખના પુત્ર આર્યનને ડ્રગ્સ કેસમાંથી છોડવા માટે પહેલાં 25 કરોડ અને ત્યાર બાદ 18 કરોડમાં ડીલ થઈ હતી, પરંતુ એક સેલ્ફીના લીધે ડીલ બરબાદ થઈ ગઈ હતી.

આર્યન ખાનને 2 ઓક્ટોબરે ક્રુઝ પરથી પકડવામાં આવ્યો પરંતુ તેનો પ્લાન 27 સપ્ટેમ્બરે જ કરી દેવાયો હતો. કિરણ ગોસાવી, મનીષ ભાનુશાળી અને સુનિલ પાટીલ મુંબઈની એક હોટલમાં રોકાયા હતા. એક યુવતી સાથે રૂમમાં સમય વીતાવ્યા બાદ મનીષે સુનિલ પાટીલ પાસે જઈને કહ્યું હતું કે, મોટી ગેમ થઈ ગઈ છે. ચાલો અત્યારે જ અમદાવાદ જવાનું છે. નાનાના પૈસા બેત્રણ દિવસમાં આપી દઈશું. નાના તરીકે તેઓ મને સંબોધે છે એમ પગારેએ કહ્યું હતું.

પગારેએ કહ્યું કે, પછી 3 તારીખે તેઓ મને મળ્યા હતા અને મારા પૈસા મને મળશે તેવી ખાતરી આપતા કહ્યું કે, મોટી ગેમ થઈ ગઈ છે. હવે મુંબઈ જવાનું છે. ગાડીમાં તેઓ વાત કરતા હતાં કે 25 કરોડના બદલે 18 કરોડમાં ડીલ થઈ છે. ત્યાર બાદ હવાલા અંગે જણાવતા પગારેએ કહ્યું કે, આર્યન પકડાયો તેના બે દિવસ બાદ 5 ઓક્ટોબરે હું અને સુનિલ પાટીલ સુરતમાં મળ્યા. ત્યારે સુનિલે મને વિગતે બધું જણાવ્યું હતું. તેણે કહ્યું કે, એક સેલ્ફીના લીધે 18 કરોડની ડીલ કેન્સલ થઈ ગઈ. 25 લાખનો હવાલો આવ્યો હતો તે એક જ કલાકમાં પાછો જતો રહ્યો. આર્યન ખાનને છોડવા 18 કરોડની ડીલ થઈ હોવાની વાત પાટીલે મને કરી હતી.

સુરતથી અમે 7 ઓક્ટોબરે મુંબઈની હોટલમાં ગયા અને 9 ઓક્ટોબરે સુનિલ મને મૂકીને જતો રહ્યો હતો. મારું નામ માસ્તરમાઈન્ડ તરીકે ચાલી રહ્યું છે, પરંતુ હું માસ્તરમાઈન્ડ નથી. મેં તેઓનો એકબીજા સાથે સંપર્ક કરાવ્યો તેટલી જ મારી ભૂમિકા છે. મનીષ ભાનુશાળી મારો મિત્ર છે. રેડ થઈ તે દિવસે હું અમદાવાદમાં જ હતો. 1 તારીખે તેઓ મારી સાથે જ હતા, અને અમદાવાદથી નીકળતી વખતે કહ્યું ચાલો રેડમાં પણ મેં ના પાડી દીધી. 10.30 વાગ્યે ધવલ ભાનુશાળીએ દિલ્હીથી ફોન કર્યો અને કહ્યું કે ભાઉ આપણું કામ સફળ થઈ ગયું છે. મારી સાથે ધવલ ભાનુશાળી અને મનીષ ભાનુશાળીએ મારામારી પણ કરી હતી. હોટલમાં દબાણ કરતા કે મોં ન ખોલતો. મારી ગમે ત્યારે ગેમ થઈ શકે છે’

Most Popular

To Top