Gujarat

ઓટોરિક્ષામાં બેસતા પહેલા આટલું જાણી લો.. સરકારે આટલા રૂપિયા મિનિમમ ભાડું નકકી કર્યું

સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટની જોગવાઇ 1988માં સુધારો કરી ઓટોરિક્ષા (Auto Rickshaw) માટે મિનિમમ ભાડુ 1.2 કિલોમીટર માટે 18 રૂપિયા નકકી કર્યું છે અને રાજયની તમામ આરટીઓને મિનિમમ અને મેક્ઝિમમ ફેરનો અમલ કરવા આદેશ આપ્યો છે. તે ઉપરાંત 1 થી 5 કિલોમીટરના પ્રવાસ માટે મિનિમમ ભાડું ઉપરાંત પ્રત્યેક કિલોમીટરે 2.60 રૂપિયા મહત્તમ વસુલ કરવાનું જણાવ્યું છે. ઓટોરિક્ષામાં 15 કિલોગ્રામથી વધુના વજન માટે પ્રત્યેક નંગ દીઠ એક રૂપિયા વજન ભાડુ વસુલવાની પણ છૂટ આપી છે.

  • 1 થી 5 કિ.મી. માટે મિનિમમ ભાડા ઉપરાંત કિલોમીટરે 2.60 રૂપિયા વધારાના રિક્ષાચાલક લઇ શકશે
  • ગુજરાત સરકારે ઓટોરિક્ષા માટે 1.2 કિલોમીટરે 18 રૂપિયા મિનિમમ ભાડું નકકી કર્યું

આ એક રૂપિયો લગેજ ભાડા તરીકે ઓટોરિક્ષા ચાલક વસુલી શકશે. જોકે આ ભાડુ મ્યુનિસિપલ સેવાની હદ સુધી વસુલી શકાશે. તેવી જ રીતે પ્રત્યેક કલાકના વેઇટીંગ માટે મિનીટ દીઠ 1 રૂપિયો વેઇટીંગ ચાર્જ વસુલવામાં આવશે. મિનિમમ વેઇટીંગ ચાર્જ સીટી લિમિટમાં 1 કલાક માટે અને શહેરની બહાર 2 કલાક માટે વસુલી શકાશે. રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી ઓટોરિક્ષાચાલકો બેઝિક ફેર પર 50 ટકા સરચાર્જ વસુલી શકશે. જોકે રાજયના વાહનવ્યવહાર કમિશનર દ્વારા આ પરિપત્ર સુરત આરટીઓને મોકલવામાં આવ્યો છે જે શહેરમાં ઓટોરિક્ષાચાલકો અને નાગરિકો દાયકાઓથી મિટર પ્રમાણે ચાલતી ઓટોરિક્ષાની સેવાઓ સ્વીકારવા તૈયાર નથી. સુરતમાં મહાનગરપાલિકાની હદમાં શટલ રિક્ષાનું ચલણ વધુ છે. કોરોના સંક્રમણ પછી પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ઓટોરિક્ષામાં 3 વ્યકિત બેસાડવાની શરતે આ નવો મિનિમમ અને મેક્ઝિમમ ફેર નકકી કર્યો છે.

15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે

સીએનજી (CNG) ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ (Strike) પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે. આ માટે આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રિક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. અને ત્યાર બાદ 15 અને 16 તારીખે રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. જેના કારણે રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાની શક્યતા છે.

Most Popular

To Top